વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ઇક્વિટીઝ મજબૂત રહેશે અને સોનુ તેની ચમક જાળવી રાખશે

અમદાવાદ, 10 ડિસેમ્બર: કોટક સિક્યોરિટીઝ લિમિટેડે એ આજે તેનું માર્કેટ આઉટલૂક 2026 રજૂ કર્યું હતું, જે વૈશ્વિક અનિશ્ચિતતા હોવા છતાં ભારતીય ઇક્વિટી અને કોમોડિટીઝ માટે આશાવાદનો સંકેત આપે છે. આ રિપોર્ટ આગામી વર્ષમાં જે મેક્રો ટ્રેન્ડ્સ, ક્ષેત્રની તકો અને કોમોડિટી આગાહીઓ પર રોકાણકારોએ નજર કરવાની જરૂર છે તે દર્શાવે છે.
સેબીના તાજેતરના સર્વેક્ષણના તારણો મુજબ ફક્ત 9.5 ટકા પરિવારો સક્રિય રીતે રોકાણ કરે છે, જ્યારે 63 ટકા ઓછામાં ઓછી એક સિક્યોરિટીઝ માર્કેટ પ્રોડક્ટથી વાકેફ છે. આનો અર્થ એ છે કે ભારતના ઇક્વિટી માર્કેટમાં અપાર વણખેડાયેલી સંભાવનાઓ છે. રોકાણને સમાવેશક અને સુલભ બનાવવા માટે બ્રોકરેજ કંપનીઓએ આગેવાની લેવી જોઈએ.”
કોટક સિક્યોરિટીઝ માર્કેટ આઉટલૂક 2026નો રિપોર્ટ આગામી વર્ષ માટેના મહત્વના ટ્રેન્ડ્સ અને અસરોને રજૂ કરે છેઃ
ઇક્વિટી માર્કેટ્સઃ
- ભારતીય ઇક્વિટીમાં સપ્ટેમ્બર 2024ના ઉચ્ચતમ સ્તરેથી 17 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ કેલેન્ડર વર્ષ 2025ના અંત સુધીમાં નિફ્ટી 50 ફરી એક નવા સર્વકાલીન ઉચ્ચ સ્તર પર પહોંચ્યો હતો
- લાર્જ-કેપ્સમાં વધારો થયો હતો જ્યારે મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સ પાછળ રહ્યા હતા
- ઓટોમોબાઇલ્સ, બેંકો અને મેટલ્સે સારો દેખાવ કર્યો જ્યારે આઈટી અને એફએમસીજી સેક્ટર નબળા રહ્યા હતા
- સ્થાનિક રોકાણકારોએ સતત એફઆઈપી આઉટફ્લોને ટેકો આપ્યો હતો જેનાથી ભારતના ઇક્વિટી બજારોમાં વિશ્વાસ મજબૂત થયો હતો
- પ્રાયમરી માર્કેટની મજબૂત પ્રવૃત્તિ રોકાણકારોના સતત આશાવાદ અને સ્થિતિસ્થાપકતા પર ભાર મૂકે છે
નિફ્ટી આઉટલૂક અને લક્ષ્યાંકોઃ
અર્નિંગ આઉટલૂક મજબૂત થયું છે અને FY27Eમાં નિફ્ટી નફો 17.6 ટકા અને FY28Eમાં 14.8 ટકા વધવાનો અંદાજ છે.
બેઝ કેસ: રૂ. 1,456ની FY28E ઈપીએસ પર 20.0x ના પીઈનો અંદાજ લગાવતા ડિસેમ્બર 2026 સુધીમાં નિફ્ટી 29,120 સુધી પહોંચવાનો અંદાજ છે
તેજીનો કેસ: 32,032 નો લક્ષ્યાંક (22.0x નો પીઈ).
મંદીનો કેસ: 26,208 નો ઘટાડો (18.0x નો પીઈ)
કેલેન્ડર વર્ષ 2026 માટે અમારા પસંદગીના ક્ષેત્રોમાં શામેલ છે: બીએફએસઆઈ, ટેકનોલોજી, હેલ્થકેર અને હોસ્પિટાલિટી
કોમોડિટીઝઃ સોનામાં ચમકારો જળવાશે, ચાંદી તેને અનુસરશે
- મેક્રો અનિશ્ચિતતા, ભૂ-રાજકીય તણાવ અને મજબૂત સેન્ટ્રલ બેંક ખરીદીને કારણે સોનાએ 2025માં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 55 ટકાથી વધુ ઉછાળો નોંધાવી 4,000 ડોલર પ્રતિ ઔંસની સપાટી વટાવી હતી.
- રૂપિયાના અવમૂલ્યનને કારણે ભારતીય સોનાના ભાવમાં 60 ટકાનો વધારો થયો હતો.
- ટેરિફ-સંબંધિત ઔદ્યોગિક અવરોધો છતાં સેફ-હેવન તરીકે માંગ અને માળખાકીય પુરવઠા ખાધને કારણે ચાંદીએ 100 ટકાનો વધારો નોંધાવ્યો.
- ક્રૂડ ઓઇલમાં 19 ટકા ઘટાડો થયો કારણ કે સરપ્લસ સપ્લાયે ભૂ-રાજકીય આંચકાઓને ઢાંકી દીધો. 2026 માટે સાવચેતીભર્યું વલણ અપનાવવું પડશે.
- તાંબુ અને એલ્યુમિનિયમ જેવી બેઝ મેટલ્સ માળખાકીય મજબૂતાઈ દ્વારા દ્રઢ રહે છે તથા માંગ અને પુરવઠાના અવરોધો અસ્થિરતા ચાલુ રહે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
