આ પ્લાન્ટ 2000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારની તકોનું સર્જન કરશે2027 સુધીમાં ભારત અને વિદેશમાં કુલ 11GW સોલર મોડ્યુલ અને 8GW સોલર સેલ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા ધરાવવાનું આયોજન

M10R અને G12R સોલર સેલનો ઉપયોગ કરીને નેક્સ્ટ જનરેશન N-ટાઇપ TOPCon સોલર મોડ્યુલ્સનું ઉત્પાદન કરવા માટેની આ સંપૂર્ણ ઓટોમેટિક સુવિધા અદ્યતન મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજીથી સજ્જ છે. વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત આ ટેકનોલોજી ઉચ્ચ કાર્યક્ષમતા, ઓછું ડીગ્રેડેશન અને શ્રેષ્ઠ વિશ્વસનીયતા પૂરી પાડે છે. બાય-ફેસિયલ મોડ્યુલ્સ ડ્યુઅલ-સાઇડેડ પાવર જનરેશનને શક્ય બનાવવાની સાથે સાથે જ  કેપેસિટી યુટિલાઈઝેશન ફેક્ટર્સ (સીયુએફ) અને એકંદર ઉર્જા ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરે છે.

 

રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની ભારતની યાત્રામાં એક મહત્વના સીમાચિહ્નરૂપ પગલા અંતર્ગત, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુરુવારે અમદાવાદ નજીક આઈનોક્સ સોલરની અત્યાધુનિક સોલર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ સુવિધા અને આઇનોક્સ વિન્ડની નેસેલ અને હબ મેન્યુફેક્ચરિંગ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું.

નાયબ મુખ્યમંત્રીએ અમદાવાદ નજીક કલ્યાણગઢ ખાતે 1.2 ગીગાવોટની ક્ષમતા ધરાવતી આઇનોક્સ વિન્ડની નેસેલ અને હબ મેન્યુફેક્ચરિંગ સુવિધાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ સુવિધા વૈશ્વિકસ્તરના ઉત્પાદન ધોરણો માટે તૈયાર કરાઈ છે અને એનઆઈડબ્લ્યુઇ (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિન્ડ એનર્જી) દ્વારા માન્ય છે, આ સુવિધા આઇનોક્સ વિન્ડના અદ્યતન 3 મેગાવોટ ક્લાસના વિન્ડ ટર્બાઇન અને તેના આગામી 4X મેગાવોટ ક્લાસ ટર્બાઇન માટે નેસેલ્સ અને હબનું ઉત્પાદન કરશે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રિન્યુએબલ એનર્જી એ ભારતની વિકાસગાથાનું ભવિષ્ય છે. ગુજરાતમાં આઇનોક્સ સોલાર અને આઇનોક્સ વિન્ડના અત્યાધુનિક ઉત્પાદન પ્લાન્ટ સ્થાનિક લોકોના જીવન પર સકારાત્મક અસર કરશે. આ પ્લાન્ટ 2000 થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારની તકોનું સર્જન કરશે.

2030 સુધીમાં 500 GW નોન-ફોસિલ ફ્યુઅલની ક્ષમતા હાંસલ કરવાના વિઝન સાથે સુસંગત રહીને, આઈનોક્સજીએફએલ ગ્રુપ તેની પેટાકંપનીઓ દ્વારા ભારતની રિન્યુએબલ એનર્જી ઇકોસિસ્ટમને મજબૂત કરવાનું અને ક્લીન એનર્જીમાં રાષ્ટ્રને ‘આત્મનિર્ભર’ બનાવવાનું કાર્ય આગળ ધપાવી રહ્યું છે.