Stocks to Watch:MonteCarlo, RVNL, ZydusLife, EmcurePharma, GPTInfra, SJSEnt, SuranaTelecom, VikranEng, AjantaPharma, CoalIndia, FederalBank, BlissGVS, GAIL, BelriseInd, MarcTechno, StylamInd, SandharTech, Affle3i, UPL, 360ONEWAM

અમદાવાદ, 24 ડિસેમ્બરઃ NIFTYએ મંગળવારે 0.02 ટકાના નોમિનલ સુધારા સાથે બંધ આપ્યું છે. તે પૂર્વે ઇન્ટ્રા-ડે હેવી વોલેટિલિટી જોતાં એવું જણાય છે કે, NIFTY 26300 અને 25800 પોઇન્ટના લેવલ્સ વચ્ચે ઘૂંટાઇ રહ્યો છે. 20 દિવસીય સિમ્પલ મૂવિંગ એવરેજ (SMA) લાઇન મિડિયમ ટર્મ ટ્રેન્ડનો સંકેત આપે છે. જે સાધારણ સુધારાનો સંકેત જારી રાખે છે. રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (RSI) 59ના લેવલ આસપાસ નેચરલ મોમેન્ટમ દર્શાવે છે.

એકંદરે, બજાર હજુ પણ તેજી દ્વારા સપોર્ટેડ છે, જેમાં હાયર હાઇ- હાયર લો ફોર્મેશનની શરૂઆત જોવા મળી છે. NIFTY તમામ મુખ્ય મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડિંગ કરે છે જેમાં પોઝિટિવ મોમેન્ટમ ઇન્ડિકેટર્સ પ્રેરિત જણાય છે. તેથી, જો NIFTY 26,200 ની ઉપર ખાતરીપૂર્વક બંધ આપે છે, તો 26,325 (રેકોર્ડ હાઇ) અને, ત્યારબાદ 26,500 પોઇન્ટની સપાટીને નકારી શકાય નહીં. જોકે, 26,000 પોઇન્ટનું લેવલ તાત્કાલિક મુખ્ય સપોર્ટ તરીકે કાર્ય કરી રહ્યું છે, ત્યારબાદ 25,800. દરમિયાન, બેંક NIFTYને 59,550–59,800 તરફ આગળ વધવા માટે નિર્ણાયક રીતે 59,400 (પાછલા દિવસની હાઇ) ને વટાવી જવાની જરૂર છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, સપોર્ટ 59,100-59,000 ઝોનમાં મૂકવામાં આવ્યો છે.

23 ડિસેમ્બરના રોજ, રેન્જબાઉન્ડ ટ્રેડિંગ પછી NIFTY 5 પોઈન્ટ વધીને 26,177 પર બંધ થયો હતો, જ્યારે બેંક NIFTY 4.5 પોઈન્ટ ઘટીને 59,300 પર બંધ થયો હતો. માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે તેજીને ટેકો આપતી હતી, કારણ કે NSE પર કુલ 1,651 શેરમાં ખરીદીનો રસ જોવા મળ્યો હતો, જ્યારે 1,197 શેર ઘટ્યા હતા.

જો NIFTY 26,200થી ઉપર ખાતરીપૂર્વક બંધ આપે છે, તો 26,325 (રેકોર્ડ હાઇ) ના લેવલ અને ત્યારબાદ 26,500 આસપાસની સપાટીને નકારી શકાય નહીં. જોકે, 26,000 તાત્કાલિક મુખ્ય સપોર્ટ તરીકે કામ કરી રહ્યું છે, ત્યારબાદ 25,800ની સપાટી તીવ્ર ઘટાડાની ચાલ આવે તો જ જોવા મળી શકે.

INDIA VIX: મંગળવારે 9.38 ના નવા રેકોર્ડ બંધ નીચા સ્તરે પહોંચ્યો, જે 3.07 ટકા ઘટીને અને તમામ મુખ્ય મૂવિંગ એવરેજથી ઘણો નીચે રહ્યો, જેણે સામૂહિક રીતે તેજીવાળાઓને મજબૂત આરામ આપ્યો હતો.

SME ListingMarc Techno, Global Ocean Logi
Stock Trades Ex-Date for BonusGRM Overseas
Stock Trades Ex-Date for Buy BackNectar Lifesciences
Stock Trades Ex-Date for DividendPrakash Pipes
Stock in F&O banSammaan Capital