અમદાવાદ, 23 ડિસેમ્બર: ગ્રાહકોની વધતી આકાંક્ષાઓ, પ્રીમિયમ પ્રોડક્ટ્સ માટે વધતી જતી પસંદગી અને ડિજિટલ-ફર્સ્ટ ધિરાણ મોડલ્સની ઝડપી સ્વીકૃતતાના પગલે ભારતના રિટેલ ધિરાણના ક્ષેત્રે માળખાકીય પરિવર્તન જોવાઈ રહ્યું છે, એમ એચડીબી ફાઇનાન્શયિલ સર્વિસીઝ દ્વારા નિરીક્ષણ કરાયેલા વલણોમાં જાણવા મળ્યું છે.

આ પ્રીમિયમાઇઝેશન ટ્રેન્ડ ખાસ કરીને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં વધુ જોવા મળે છે જ્યાં મોંઘા સ્માર્ટફોન અને ડિવાઇસીસ માટેની માંગ સ્થિર ગતિએ વધી રહી છે. પ્રીમિયમ મોબાઇલ ફોન તરફનો મજબૂત ઝુકાવ ન કેવળ પ્રોડક્ટની પસંદગીમાં પરંતુ વ્યાપક સામાજિક-આર્થિક પરિવર્તનમાં પણ જોવા મળે છે કારણ કે આકાંક્ષા સાથેનો વપરાશ મેટ્રો શહેરોથી આગળ વધીને ટિયર 2 અને ટિયર 3 બજારોમાં પહોંચ્યો છે.

લગભગ 99 ટકા લોન હવે ડિજિટલ ચેનલો દ્વારા પ્રોસેસ કરવામાં આવે છે,જે ટર્નઅરાઉન્ડ સમય અને ફિઝિકલ ડોક્યુમેન્ટેશન પરની નિર્ભરતાને નોંધપાત્ર રીતે ઘટાડે છે. ધિરાણકર્તાઓ બ્યુરો ડેટા,બિહેવિયરલ એનાલિટિક્સ, અને એઆઈની આગેવાની હેઠળના ક્રેડિટ સ્કોરિંગનો ઉપયોગ ઝડપી નિર્ણય લેવા,તીક્ષ્ણ જોખમ મૂલ્યાંકન અને વધુ વ્યક્તિગત કિંમત નિર્ધારણને સક્ષમ બનાવવા માટે કરી રહ્યા છે,જેનાથી વ્યાપક ગ્રાહક આધાર માટે ધિરાણની એક્સેસમાં સુધારો થયો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)