નિયોલાઇટ ઝેડકેડબ્લ્યુ લાઇટિંગે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 2 જાન્યુઆરી: નાણાંકીય વર્ષ 2025માં 34.43 ટકા બજાર હિસ્સા સાથે સ્થાનિક કોમર્શિયલ વ્હીકલ લાઇટિંગ સેગમેન્ટમાં અગ્રણી કંપનીઓમાં ઓઈએમ માટે ઓટોમોટિવ લાઇટિંગ પ્રોડક્ટ્સ અને કમ્પોનેન્ટ્સની સ્થાપિત ઉત્પાદક અને વૈશ્વિક સપ્લાયર, નિયોલાઇટ ઝેડકેડબ્લ્યુ લાઇટિંગ્સ લિમિટેડે બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે.
કંપનીનો IPO રૂ. 6,000.00 મિલિયન સુધીનો છે અને તેમાં કંપની દ્વારા રૂ. 4,000.00 મિલિયન સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને વેચાણકર્તા શેરધારકો – રાજેશ જૈન (રૂ. 1,140.00 મિલિયન), નિયોક્રાફ્ટ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ (રૂ. 400.00 મિલિયન) અને ઝેડકેડબ્લ્યુ ગ્રુપ GmbH (રૂ. 460.00 મિલિયન) દ્વારા રૂ. 2,000.00 મિલિયન સુધીના ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને કંપની લાગુપાત્ર કાયદા હેઠળની મંજૂરીને આધીન રહીને રૂ. 750 મિલિયન સુધીની ચોક્કસ સિક્યોરિટીઝના પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ અંગે વિચારણા કરી શકે છે.
ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ રૂ. 1,525.10 મિલિયનના ખર્ચે તમિલનાડુની કાંચીપુરમ ખાતે નવો ગ્રીનફિલ્ડ પ્લાન્ટ સ્થાપવા, રૂ. 790.79 મિલિયન સુધીની રકમનો પ્લાન્ટ અને મશીનરીની ખરીદી તથા હાલના ઉત્પાદન એકમો પર ઇલેક્ટ્રોનિક વિસ્તરણ માટે અને રૂ. 650 મિલિયન સુધીની રકમનો ઉપયોગ બાકી રહેલા ઋણની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી અને/અથવા પૂર્વ-ચુકવણી માટે કરવાનો પ્રસ્તાવ છે. બાકીની આવક, જો કોઈ હોય તો, સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે.
30 જૂન, 2025ના રોજ પૂરા થયેલા ત્રણ મહિનાના સમયગાળા માટે, કામગીરીમાંથી આવક રૂ. 1,248.55 મિલિયન રહી હતી, જેમાં નિકાસનો ફાળો 55.08 ટકા અને સ્થાનિક વેચાણનો હિસ્સો કુલ આવકના 44.92 ટકા હતો. નાણાંકીય વર્ષ 2025માં કામગીરીમાંથી આવક વધીને રૂ. 5,120.75 મિલિયન થઈ હતી, જેમાં નિકાસનો ફાળો રૂ. 2,373.51 મિલિયન (46.35 ટકા) અને સ્થાનિક આવક રૂ. 2,747.24 મિલિયન (53.65 ટકા) રહી હતી, જે કંપનીની વિસ્તરતી વૈશ્વિક હાજરી દર્શાવે છે.
નાણાંકીય વર્ષ 2025માં કુલ નફાનું માર્જિન 49.18 ટકા હતું જે 2023માં 37.84 ટકા હતું. નાણાંકીય વર્ષ 2025માં ઓપરેટિંગ એબિટા વધીને રૂ. 964.60 મિલિયન થઈ હતી જે નાણાંકીય વર્ષ 2023માં રૂ. 415.54 મિલિયન હતી, જેમાં ઓપરેટિંગ એબિટા માર્જિન 10.25થી વધીને 18.84 ટકા થયું હતું. ચોખ્ખો નફો રૂ. 155.85 મિલિયનથી વધીને નાણાંકીય વર્ષ 2025માં રૂ. 528.24 મિલિયન થયો હતો, જેમાં ચોખ્ખા નફાનું માર્જિન 10.32 ટકા હતું. કંપનીએ નાણાંકીય વર્ષ 2025માં મજબૂત રિટર્ન રેશિયો પણ નોંધાવ્યો હતો, જેમાં ROE અને ROCE અનુક્રમે 33.90 ટકા અને 31.12 ટકા હતા, જે સુધારેલી મૂડી કાર્યક્ષમતા અને ઓપરેટિંગ લીવરેજ પર ભાર મૂકે છે.
આનંદ રાઠી એડવાઇઝર્સ લિમિટેડ અને સિસ્ટમેટિક્સ કોર્પોરેટ સર્વિસીઝ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
