અદાણી એનર્જી સોલ્યુશન્સ (AESL) કુલીંગ બિઝનેસ હેઠળ વ્યાપ વધારશે
અમદાવાદ, 26 માર્ચઃ અદાણી એનર્જી સોલ્યુશન્સે ડિસ્ટ્રિક્ટ કૂલિંગ બિઝનેસનો વ્યાપ વધારવા કવાયત કરી છે. ASCL અને મહાત્મા ફુલે રિન્યુએબલ એનર્જી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી (MAHAPREIT) એ તાજેતરમાં DCS સ્થાપવા માટે એક સમજૂતી પત્ર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. જેના હેઠળ કંપની ડિસ્ટ્રિક્ટ કૂલિંગ બિઝનેસ હેઠળ નવા યુનિટ્સની સ્થાપના કરશે.
ઇન્ડિયા કૂલિંગ એક્શન પ્લાન 2019 અને ડિસ્ટ્રિક્ટ કૂલિંગ માર્ગદર્શિકા 2023 મુજબ ભારતની કુલીંગ જરૂરિયાતો 2037-38 સુધીમાં 4 ગણી વધવાનો અંદાજ છે. તેને ધ્યાનમાં રાખી કંપની ઔદ્યોગિક, વાણિજ્યિક, રહેણાંક અને મિશ્ર-ઉપયોગ પ્રોજેક્ટ્સમાં વિવિધસ્તરે DCS સુવિધાઓ સ્થાપશે.
રેફ્રિજરેશન માટે કંપની પ્રતિ ટન 1-1.5 લાખ રૂપિયાનો મૂડીખર્ચ કરશે
દેશની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન કંપની AESL એનર્જી ડોમેનના વિવિધ પાસાઓમાં હાજરી ધરાવતી મલ્ટીડાયમેન્શનલ સંસ્થા છે. AESL છેલ્લા કેટલાક વર્ષોથી DCS ને ઇન્ક્યુબેટ કરી રહી છે. કંપની ઔદ્યોગિક, વાણિજ્યિક, રહેણાંક અને મિશ્ર-ઉપયોગ પ્રોજેક્ટ્સમાં અનેક મોટા પાયે DCS સુવિધાઓ સ્થાપિત કરવા આગેકૂચ કરી રહી છે. AESL ઉર્જા લેન્ડસ્કેપમાં સૌથી વિશ્વસનીય, સસ્તું અને ટકાઉ પરિવર્તન લાવવા પ્રયત્નશીલ છે.