અદાણી ફેમિલીએ અંબુજા વોરંટ સબસ્ક્રિપ્શન પૂર્ણ કર્યું, હિસ્સો 70.3 ટકા કરવા રૂ. 20,000 કરોડનું રોકાણ કર્યું
અમદાવાદ, 18 એપ્રિલ: અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ (અંબુજા)ને તેની વૃદ્ધિની સફરમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં ખુશી થાય છે. કંપનીના પ્રમોટર્સ અદાણી ફેમિલીએ વધુ રૂ. 8,339 કરોડનું રોકાણ કરીને કંપનીના વોરંટ પ્રોગ્રામને સંપૂર્ણ સબસ્ક્રાઇબ કર્યો છે, જે સાથે કુલ રોકાણ રૂ. 20,000 કરોડ થયું છે. અદાણી ફેમિલીએ કંપનીમાં તેમનો હિસ્સો વધુ 3.6 ટકા વધારીને 70.3 ટકા કર્યો છે. આ પહેલાં 18 ઓક્ટોબર, 2022માં રૂ. 5,000 કરોડ અને 28 માર્ચ, 2024ના રોજ રૂ. 6,661 કરોડનું રોકાણ કરાયું હતું, જે શેર્સના આંશિક ઇશ્યૂ માટે હતું. આ ફંડનો ઉમેરો સિમેન્ટ વર્ટિકલ દ્વારા વર્ષ 2028 સુધીમાં વાર્ષિક 140 મિલિયન ટનની ક્ષમતા હાંસલ કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે. આ ઉપરાંત તે સંચાલકીય પ્રદર્શનમાં વધારો કરવા માટે મૂડી રોકાણ સહિત વિવિધ સંસાધનો, સપ્લાય ચેઇનની કાર્યક્ષમતામાં વધારો કરવા જેવી વિવિધ વ્યૂહાત્મક પહેલોને પણ સક્ષમ કરશે. તે સારી સેવા ઓફરિંગ માટે અદ્યતન ટેક્નોલોજીની એકીકૃત કરીને ઇનોવેશન અને પ્રોડક્ટ વિકાસને પણ પ્રોત્સાહન આપશે, જેથી ભારતીય અર્થતંત્રમાં વૃદ્ધિ દ્વારા સંચાલિત આ ક્ષેત્રની ઉભરતી જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય.
અંબુજા સિમેન્ટ્સ લિમિટેડના હોલટાઇમ ડિરેક્ટર અને સીઇઓ અજય કપૂરે કહ્યું હતું કે, અંબુજામાં અદાણી ફેમિલીનું રૂ. 20,000 કરોડના પ્રાથમિક રોકાણ પૂર્ણ થયું છે. આ ફંડનો ઉમેરો અંબુજાને તેની ઝડપી વૃદ્ધિ, મૂડી વ્યવસ્થાપનની પહેલ અને બેસ્ટ-ઇન-ક્લાસ બેલેન્સ શીટની મજબૂતાઇ માટે મૂડીની ફ્લેક્સિબિલિટી પ્રદાન કરે છે. બાર્કલે બેંક પીએલસી, એમયુએફજી બેંક, મિઝુહો બેંક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક આ ટ્રાન્ઝેક્શનના એડવાઇઝર હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)