અદાણી ગ્રીન એનર્જીએ 30,000 મેગાવોટની ક્ષમતાના ખાવડા પાર્કમાં 1,000 મેગાવોટ (1GW)નું વીજ ઉત્પાદન શરૂ કર્યું
અમદાવાદ, 11 માર્ચ: ગુજરાતના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કમાં ભારતની સૌથી વિરાટ અને વિશ્વની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપનીઓ પૈકીની એક અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ 1,000 મેગાવોટ સૌર ઊર્જાની સંચિત ક્ષમતાને કાર્યરત કરી છે. આ સાથે કંપનીએ 9,478 મેગાવોટની કાર્યરત ક્ષમતા હાંસલ કરીને 2030 સુધીમાં 45,000 મેગાવોટના નિર્ધારિત લક્ષ્ય તરફના તેના પ્રયાણમાં આગળ વધી રહી છે.
અદાણી ગ્રીન એનર્જીએ ખાવડા ખાતે કામગીરી આરંભ્યાના ૧૨ મહિનાથી ઓછા સમયમાં 1,000 મેગાવોટનો પુરવઠો પૂૂરો પાડ્યો છે.જેમાં આશરે 2.4 મિલિયન સોલાર મોડ્યુલ ઇન્સ્ટોલ કરવાનુ કાર્ય સામેલ છે. આ ઝડપી ગતિવિધી 2030 સુધીમાં 500 GW બિન-અશ્મિભૂત ઇંધણ પેદા કરવાની ક્ષમતા હાંસલ કરવાના ભારતના ધ્યેય પ્રત્યેની કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. દુનિયાનો સૌથી વિશાળ 30 GWની ક્ષમતાનો રીન્યુએબલ એનર્જી પ્લાન્ટ કચ્છના ખાવડાની ૫૩૮ ચોરસ કિલોમીટરની ઉજ્જડ જમીનમાં પથરાયેલો છે, જે પેરિસના કદ કરતાં પાંચ ગણો છે. આ પ્રોજેક્ટ આગામી પાંચ વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે અને તે 15,200 થી વધુ હરીત રોજગારનું સર્જન કરશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)