અદાણી ગ્રીન એનર્જીએ ભારતની ટોચની U30-લેડ કંપનીઓમાં સ્થાન મેળવ્યું
અમદાવાદ, 18 જુલાઈ: અદાણી ગ્રીન એનર્જીને ફરી એકવાર પ્રતિષ્ઠિત બહુમાન મળ્યુ છે. વિખ્યાત હુરુન ઇન્ડિયા – એવેન્ડસ વેલ્થ અંડર 30 ઇન્ડિયા 2025 રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે 30 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ દ્વારા સંચાલિત ભારતની ટોચની પાંચ કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે. 30 વર્ષીય સાગર અદાણી દ્વારા સંચાલિત, રિન્યુએબલ એનર્જી જાયન્ટ ભારતના કોર્પોરેટ લેન્ડસ્કેપમાં સ્થાન જમાવી રહી છે. તે નવીનતા અને વૃદ્ધિને આગળ ધપાવવામાં યુવા નેતૃત્વના ઉદયને પ્રકાશિત કરે છે.
યુવા ઉદ્યોગસાહસિકો અને અધિકારીઓની સિદ્ધિઓની ઉજવણી કરતા હુરુન રિપોર્ટમાં અદાણી ગ્રીન એનર્જીએ ટોચના પાંચમાં સ્થાન મેળવ્યુ છે. ૪,૧૦૭ કર્મચારીઓના કાર્યબળ સાથે અદાણી ગ્રીન એનર્જી સ્કેલ અને ઇમ્પેક્ટ બંને રીતે એક પાવરહાઉસ તરીકે ઉભરી આવી છે, ખાસ કરીને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં તે ખૂબ મહત્વપૂર્ણ છે.

સાગર અદાણીના નેતૃત્વ હેઠળ અદાણી ગ્રીન એનર્જી સ્વચ્છ ઉર્જામાં ગ્લોબલ લીડર તરીકે ઉભરી આવી છે, જે ભારતની ટકાઉ ઉર્જા તરફના સંક્રમણમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. કંપનીના ઝડપી વિસ્તરણ અને કાર્યકારી શ્રેષ્ઠતાએ તેને વૈશ્વિક મંચ પર પ્રશંસા મેળવી છે. જેમાં ભારતના રિન્યુએબલ ઉર્જા લક્ષ્યો સાથે સુસંગત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ છે.
ટોપ-5માં અદાણી ગ્રીન એનર્જીનો સમાવેશ રોજગાર સર્જન અને ટકાઉ વિકાસમાં તેના યોગદાનની પણ ઉજવણી કરે છે. અદાણી ગ્રીન એનર્જીનું યુવા નેતૃત્વ મોટા પાયે ઉદ્યોગોને હરિયાળા અને વધુ નવીન ભવિષ્ય તરફ દોરી જવા એક મહત્વપૂર્ણ માપદંડ સ્થાપિત કરી રહ્યું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
