ADANI PORTની મધરસન સાથે ભાગીદારી
અમદાવાદ, 5 ડિસેમ્બર: મહારાષ્ટ્રના દિઘી પોર્ટ પર ઓટો વાહનોની નિકાસ માટે સમર્પિત સુવિધાનું નિર્માણ કરવા માટે મધરસને તેના સંયુક્ત સાહસ સંવર્ધન મધરસન હમાક્યોરેક્સ એન્જિનિયર્ડ લોજિસ્ટિક્સ લિ. (SAMRX)એ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.(APSEZ)ની પેટાકંપની દિઘી પોર્ટ લિ. (DPL) સાથે સમજૂતી કર્યાની આજે જાહેરાત કરી છે..
દિઘી પોર્ટને મુંબઈથી પુણે ઓટો બેલ્ટમાં નિકાસકારો માટે નવું ઓટોમોબાઈલ નિકાસ ટર્મિનલ બનાવવા આ વ્યૂહાત્મક ભાગીદારી સજ્જ કરશે. આ ભાગીદારીથી દિઘી બંદરેથી વાર્ષિક બે લાખ કારની નિકાસ અંદાજવામાં આવી છે. APSEZ ના 15 વ્યૂહાત્મક બંદરોમાંના એક તરીકે દિઘી પોર્ટ હવે મેક ઇન ઇન્ડિયાની પહેલ અંતર્ગત ભારતની ઓટોમોટિવ ક્ષેત્રની વૃદ્ધિની ગાથાને પીઠબળ આપવા અને તેની ક્ષમતાઓનો વિસ્તાર કરવા માટે તૈયાર છે, જેના પરિણામે વૈશ્વિક બજારો માટે વાહનોની વણથંભી નિકાસ અને આયાત શક્ય બનશે.
નવા રોલ ઓન-રોલ ઓફ (RoRo) ટર્મિનલમાં એન્ડ-ટુ-એન્ડ ફિનિશ્ડ વ્હીકલ (FV) લોજિસ્ટિક્સનું સંચાલન કરવા માટે અત્યાધુનિક આંતરમાળખું હશે, જે મુખ્ય ઓટોમોટિવ OEM માટેની કામગીરીને સુવ્યવસ્થિત કરશે. SAMRX ટર્મિનલમાં આ રોકાણ તેની સેવાઓને સંકલિત કરી 360-ડિગ્રી કાર્ગો દૃશ્યતા સાથે લોજિસ્ટિક્સ માટે વ્યાપક ઉકેલો પુરા પાડશે. આ સુવિધા હેઠળ મૂલ્યવર્ધિત સેવાઓ પણ પૂરી પાડવામાં આવશે, જેમાં સિંગલ-વિન્ડો RoRo ઓપરેશન્સ, યાર્ડ, PDI, ચાર્જિંગ, સ્ટોરેજ અને એક છેડેથી બીજા છેડા સુધી જહાજ લોડિંગ હેન્ડલ, શૂન્ય ડ્વેલ અને રીઅલ-ટાઇમ વાહન ટ્રેસેબિલિટી માટે સક્ષમ AI-સંચાલિત યાર્ડ ઑપ્ટિમાઇઝેશન ઉપરાંત મહારાષ્ટ્રના ઓટો બેલ્ટથી NH-66 દ્વારા સૌથી ઝડપી OEM ઇવેક્યુએશન રૂટ, 1.3 કિ.મી.નું RoRo-તૈયાર જેટીનું આંતરમાળખું ઉપરાંત શેલ્ટર્ડ વોટર સાથે અબાધિત ઓલ-વેધર કામકાજ સુનિશ્ચિત કરવા સાથે EV-માટેનું તૈયાર લોજિસ્ટિક્સ હબ આગામી પેઢીના ઇલેક્ટ્રિક વાહન નિકાસનો માર્ગ ખુલ્લો મૂકવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. દિઘી પોર્ટ ખાતે લોડ પ્લાનિંગ અને લાઇવ વોલ્યુમ ટ્રેકિંગ માટે OEM-સંકલિત દૃશ્યતા ડેશબોર્ડ્સની સુવિધા આવરી લેવામાં આવશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
