મુંબઇ, 16 સપ્ટેમ્બરઃ સોમવારે અદાણી ગ્રૂપની બે કંપનીઓએ મહારાષ્ટ્ર સ્ટેટ ડિસ્કોમ તરફથી 6,600 મેગાવોટ હાઇબ્રિડ સોલાર અને થર્મલ પાવરના સપ્લાય માટે લેટર ઓફ ઈન્ટેન્ટ (LoI) મેળવ્યાનું જણાવ્યું તે પછી અદાણી પાવર લિમિટેડ અને અદાણી ગ્રીન એનર્જીનો શેર લગભગ 8 ટકા વધ્યા હતા.

અદાણી ગ્રીન એનર્જી ખાવડામાંથી 5 ગીગાવોટ (5,000 મેગાવોટ) સોલાર પાવર સપ્લાય કરવા માટે તૈયાર છે, જે વૈશ્વિક સ્તરે સૌથી મોટો સોલાર પાવર કેપેસિટી એવોર્ડ ચિહ્નિત કરે છે. સવારે 11:10 વાગ્યે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર અદાણી પાવરનો શેર 6 ટકાથી વધુ વધીને રૂ. 671.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો. અદાણી ગ્રીન એનર્જીનો શેર લગભગ 6 ટકા વધીને રૂ. 1,895 પર ટ્રેડ કરી રહ્યો હતો. ત્યારબાદ વધુ ઉછાળામાં અદાણી ગ્રીન એક તબક્કે રૂ. 1941ની સપાટીએ આંબી ગયા બાદ છેલ્લે આ લખાય છે ત્યારે 1933 આસપાસ 8 ટકાના ઊછાળા સાથે ટ્રેડ થઇ રહ્યો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)