ADANI POWERએ બિહારને 2400 મેગાવોટ વીજ પુરવઠો આપવા સરકાર સાથે કરાર કર્યા
અમદાવાદ, 13 સપ્ટેમ્બર: અદાણી પાવરલિ. એ બિહાર રાજ્ય વીજ ઉત્પાદન કંપની સાથે બિહાર ના ભાગલપુર જિલ્લાના પિરપૈન્તી ખાતે નિર્માણ થનારા ગ્રીન ફિલ્ડ અલ્ટ્રા સુપર ક્રિટિકલ પાવર પ્લાન્ટમાંથી ઉત્પન્ન થનારી વીજળીમાંથી ૨૪૦૦મેગાવોટ વીજ પુરવઠો પુરા પાડવા માટે ૨૫ વર્ષ માટેના પાવર સપ્લાય એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર કર્યા હોવાનું કંપનીએ આજે જણાવ્યું હતું.
અદાણી પાવર લિ.ને બિહારરાજ્યવીજઉત્પાદનકંપની દ્વારા આપવામાં આવેલા લેટર ઓફ એવોર્ડ બાદ આગળની પ્રક્રિયાનો આ ભાગ છે. અદાણી પાવરે પ્રતિ KWh રૂ.6.075ના સૌથી ઓછા સપ્લાય રેટ ઓફર કરીને આ પ્રકલ્પ હાંસલ કર્યો છે. ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓન અને ઓપરેટ (DBFOO) મોડેલ હેઠળ દરેક 800 મેગાવોટ ક્ષમતાના ત્રણ નવા પ્રકલ્પો અને તે સંબંધી સહાયક આંતર માળખાના નિર્માણ માટે આશરે $3 બિલિયનનું રોકાણ કરવાની કંપનીની યોજના છે.
ભારત સરકારની પાવર પોલિસી હેઠળ પ્રસ્તાવિત પાવર પ્રકલ્પો માટે કોલ લિન્કેજ ફાળવવામાં આવ્યું છે. આ પ્રકલ્પના નિર્માણના વિવિધ તબક્કા દરમિયાન 10 થી 12,000 અને સમગ્ર પ્રકલ્પ સંપૂર્ણ કાર્યરત થયા બાદ ત્રણ હજાર પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થશે. પાંચ વર્ષમાં આ પ્રકલ્પને સંપૂર્ણપણે કાર્યરત કરવાનો કંપનીનો ઇરાદો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
