અમદાવાદ, 9 માર્ચ:આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિમિટેડ વર્ષ 1994માં રચાઈ હતી. આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ એન્ડ સન લાઈફ (INDIA) એએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઈન્ક. કંપનીની પ્રમોટર અને મુખ્ય શેરહોલ્ડર છે. એબીએસએલએએમસી મુખ્યત્વે આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડની ઈન્વેસ્ટમેન્ટ મેનેજર છે, જે ભારતીય ટ્રસ્ટ્સ ધારા 1882 હેઠળ નોંધણીકૃત ટ્રસ્ટ છે. એસેટ મેનેજર દ્વારા નવી રજૂ કરાયેલી સ્પેશિયલાઈઝ્ડ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સ (SIF) શ્રેણી હેઠળ પ્રથમ રોકાણ વ્યૂહરચનાના ભાગરૂપ એપેક્સ હાઈબ્રિડ લોંગ- શોર્ટ ફંડ લોન્ચ કર્યાની ઘોષણા કરાઈ છે. ન્યૂ ફંડ ઓફર (NFO) સબ્સ્ક્રિપ્શન માટે 6 માર્ચ, 2026થી 18મી માર્ચ, 2026 સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે.

એપેક્સ હાઈબ્રિડ લોંગ- શોર્ટ ફંડ પારંપરિક મ્યુચ્યુઅલ ફંડ્સ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ (PMS) અને આલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સ (AIF) જેવી ઉચ્ચ ટિકિટ ઓફરો વચ્ચે વ્યૂહાત્મક રીતે સ્થાનબદ્ધ હોઈ રૂ. 10 લાખના લઘુતમ રોકાણ સાથે વિભિન્ન પોર્ટફોલિયો વ્યૂહરચનાઓ ચાહતા રોકાણકારો માટે અનોખું રોકાણ સમાધાન તરીકે માળખાબદ્ધ છે.

સ્પેશિયલાઈઝ્ડ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (SIF) કાર્યરેખા હેઠળ રજૂ કરાયેલી વ્યૂહરચના વિવિધ બજારનાં ચક્રોમાં ઉત્કૃષ્ટ જોખમ સમાયોજિત વળતરો પ્રાપ્ત કરવા માટે ઈક્વિટી, ડેબ્ટ અને ડેરિવેટિવ્ઝને જોડશે. તે લાંબા- ટૂંકા અભિગમનો ઉપયોગ કરીને આધુનિક જોખમ વ્યવસ્થાપન કામે લગાવશે, જેનાથી ફંડ નીચામાં જોખમો હેજ કરશે અને પારંપરિક ફક્ત લાંબા ગાળાનાં ફંડ્સ કરતાં વધુ અસરકારક રીતે અસ્થિર બજાર ગતિશીલમાંથી પસાર થશે. મુખ્ય ઈક્વિટીઓ ઉપરાંત ફંડ કોર્પોરેટ કૃતિઓમાંથી ઉદભવતી તકો સાથે વિશેષ સ્થિતિઓ થકી ટેક્ટિકલ આલ્ફા મઢી લેવા માગે છે. ઉપરાંત ફંડ રોકાણકારો માટે ઈક્વિટી જેવા કરપાત્રતા લાભો આપવા માટે માળખાબદ્ધ છે, જેમાં 12 મહિનાથી વધુ સમયગાળા સુધી જાળવી રાખવા પર લાંબા ગાળાનો મૂડી લાભ 12.5 ટકા વત્તા લાગુ સરચાર્જ અને સેસ સાથે કરપાત્ર રહેશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)