Aditya Birla Sun Life Mutual Fundનું ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ લોન્ચ
મુંબઇ, 1 ઓક્ટોબર 2024: આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમીટેડની સ્થાપના 1994માં થઇ હતી. ABSLAMC એ મુખ્યત્વે આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડની ઇન્વેસ્ટમેન્ટ મેનેજર છે અને ભારતીય ટ્રસ્ટ કાયદો, 1882 હેઠળ નોંધાયેલી છે. આદિત્ય બિરલા સન લાઇફ CRISIL-IBX AAA NBFC-HFC ઇન્ડેક્સ-સપ્ટે 2026 ફંડ છે, જે ઓપન એન્ડેડ ફંડ છે, જેમાં મધ્યમ વ્યાજ દરનું અને સંબંધિત રીતે નીચુ ધિરાણ જોખમ રહેલુ છે. ન્યુ ફંડ ઓફર (NFO) 30 સપ્ટેમ્બર 2024થી 7 ઓક્ટોબર 2024 સુધી ખુલ્લી રહેશે.
ફંડ બાય એન્ડ હોલ્ડ વ્યૂહરચના પર ફોકસ કરવામાં આવશે અને પોર્ટફોલિયોમાં NBFC અને HFC ક્ષેત્રેના 100% AAA-રેટિંગવાળા કોર્પોરેટ બોન્ડનો સમાવેશ કરશે.આ વ્યૂહરચના મજબૂત એનબીએફસી અને એચએફસી ક્ષેત્રોમાં લાંબા ગાળાના રોકાણ સુધી સુગઠિત અભિગમ પૂરો પાડે છે.ભારતમાં સંબંધિત રીતે સ્થિર ધિરાણ જોખમ પ્રોફાઇલ સાથે આકર્ષ બની રહેશે તેવી આશા સેવાય છે ત્યારે ફંડનો રોકાણ અભિગમ એવા રોકાણકારોને અપીલ કશે જેઓ પેસિવ ડેટ વ્યૂહરચના સાથે 3થી 24 મહિનાની સીમાવાળો રોકાણની ઇચ્છા રાખી શકે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)