શહેરી મહાનગરોમાં સ્વ-રોજગાર કરતી 65% મહિલાઓએ બિઝનેસ લોન લીધી નથી
મુંબઇ, , 1 ઓક્ટોબર 2024 –DBS Bank India એ CRISIL ના સહયોગથી પોતાની મહિલા અને ધિરાણ સિરીઝનો ત્રીજો અહેવાલ રજૂ કર્યો છે. ભારતના 10 મોટા શહેરોમાં 400 જેટલી સ્વ-રોજગાર કરતી મહિલાઓના સર્વેના આધારે આ અહેવાલમાં તેમના સંજોગો અને ઉદ્યોગ સાહસિક તરીકેના અનુભવને ઉજાગર કરે છે.
ભંડોળના સ્ત્રોતો:
ભારતીય મહાનગરોની સ્વ-રોજગાર કરતી મહિલાઓમાંથી 65%એ બિઝનેસ લોન લીધી નથી, જ્યારે 39% પોતાના સાહસમાં ભંડોળ માટે પોતાની અંગત બચત પર આધાર રાખે છે અને 21% લોકોએ તે પસંદ કર્યુ હતું. મહિલા ઉદ્યોગ સાહસિકો ઘણી વખત જામીનગીરી માટે પોતાની અંગત મિલકતનો ઉપયોગ કરે છે, ત્યારે 28% મહિલાઓ પોતાની અંગત મિલકતનો લાભ ઉઠાવે છે, જ્યારે 25% ગોલ્ડ (સોનુ) તરફ વળે છે, જે રોકાણો સામે તેમનો જોખમ ખાળવાનો અભિગમ દર્શાવે છે. ઉત્તરદાતાઓમાંથી 64% કે જેમણે જામીનગીરી તરીકે ગોલ્ડનો ઉપયોગ કર્યો હતો.
બેન્કિંગ પ્રોડક્ટ્સ:
મહિલા ઉદ્યોગ સાહસિકોમાંથી 39% કેશ ક્રેડિટ (CC) અને ઓવરડ્રાફ્ટ (OD)સવલતોનો ઉપયોગ કરે છે, ત્યાર બાદ અમુક લોકો કોર્પોરેટ ક્રેડિટ કાર્ડ્ઝ (25%) અને મિલકત આધારિત ટર્મ લોન્સ (11%)નો ઉપયોગ કરે છે. ઉત્તરદાતાઓમાંથી 39%એ સ્પર્ધાત્મક વ્યાજ દરો અને સાનુકૂળ પુનઃચૂકવણી શરતોને તેમની લોન માટે બેન્કની પસંદગી પર પ્રભાવ પાડનારા મુખ્ય પરિબળ તરીકે ગણાવી હતી.
ડિજીટલ પેમેન્ટ્સમાં પ્રવાહ:
નાણાંકીય વર્ષ 2024માં 80% સુધી પહોંચી ગયો છે. બિઝનેસને લગતા ખર્ચાઓમાં યુપીઆઇ મોખરે છે, ત્યાર બાદ મોબાઇલ બેન્કિંગનો ક્રમ આવે છે. સ્વ-રોજગાર કરતી મહિલાઓમાંથી 73% ગ્રાહકો પાસેથી ડિજીટલી પેમેન્ટ સ્વીકારવાનું પસંદ કરે છે અને 87%એ પ્રાપ્ત કરવા માટે (35%) અને પોતાના બિઝનેસના ખર્ચાઓની ચૂકવણી માટે (26%) ડિજિટીલ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો.
ટકાઉ બિઝનેસ ની સ્વીકારતા:
52% મહિલાઓએ પોતાના બિઝધનેસીસમાં ટકાઉતા નીતિનો અમલ કર્ય છે, જ્યારે 14%એ ટકાઉતા સંબંધિત ધિરાણ માટે બેન્કનો સંપર્ક કર્યો હતો. 76%એ ટકાઉ બિઝનેસ પ્રથાઓ અમલી બનાવી છે તે પ્રોત્સાહક છે, ઉત્તરદદાતાઓમાંથી 26%એ ઉર્જા સંરક્ષણ પ્રયત્નોને અગ્રિમતા આપી છે, જ્યારે 24% વેસ્ટમાં ઘટાડો અને રિસાયક્લીંગ પર ભાર મક્યો હતો. સ્વ-રોજગારવાળી મહિલાઓમાંથી 26% પોતાના બોર્ડઝમાં કામ કરવા માટે મહિલા સભ્યો ધરાવે છે,13%એ જળ સંરક્ષણ અને રેનવોટર હાર્વેસ્ટીંગ સબંધિત પ્રથાઓ અપનાવી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)