અમદાવાદ, 19 સપ્ટેમ્બર: કેશોદ એરપોર્ટ પર ૨,૫૦૦ મીટર રનવેનું વિસ્તરણ પૂર્ણ થયા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા એડવાન્સ્ડ નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લગાવવાનું કરવાનું આયોજન કરાવામાં આવ્યું છે. માસ્ટર પ્લાન અને સ્કોપ ઑફ વર્ક અનુસાર, કેશોદ એરપોર્ટ માટે ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS), CAT – I એપ્રોચ લાઇટનિંગ સિસ્ટમ અને DVOR ની જોગવાઈ ધ્યાનમાં લેવામાં આવી છે. આ માહિતી નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરપુ દ્વારા રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીને પત્રના માધ્યમથી આપવામાં આવી હતી.

કેશોદ એરપોર્ટ પર રનવેને 2,500 મીટર સુધી લંબાવવા માટેના સ્કોપ ઑફ વર્કની જાહેરાત કરી દીધી છે અને આ કામનો કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યો છે. ILS ના ઇન્સ્ટોલેશન માટે રનવેની લંબાઈ 1,800 મીટરથી વધુ હોવી જોઈએ અને કેશોદ એરપોર્ટના હાલના રનવેની લંબાઈ 1,300 મીટર છે.

અગાઉ રાજ્યસભામાં પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવ્યું કે રનવે વિસ્તરણ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 190.56 કરોડ છે અને પ્રોજેક્ટ પૂર્ણ થવાની સમયમર્યાદા 18 મહિના નક્કી કરવામાં આવી છે અને પૂર્ણ થવાની અંદાજિત તારીખ જાન્યુઆરી 2027છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કેશોદ એરપોર્ટનો વિકાસ રૂ. 364 કરોડના અંદાજિત ખર્ચ સાથે કરવામાં આવશે, જેમાં રૂ. 142.17 કરોડના ખર્ચે નવા ટર્મિનલ બિલ્ડિંગનું બાંધકામ સામેલ છે. 6.500 ચોરસ મીટરમાં ફેલાયેલું આ નવું ટર્મિનલ બિલ્ડિંગ એકસાથે ૪૦૦ ડિપાર્ટિંગ અને ૪૦૦ અરાઇવિંગ મુસાફરોને હેન્ડલ કરવા માટે ડિઝાઇન કરાયું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)