Advanced Sys-Tekએ ડ્રાફ્ટ IPO પેપર્સ ફાઇલ કર્યાં
અમદાવાદ, 13 ફેબ્રુઆરીઃ Advanced Sys-Tek Ltdએ પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા ભંડોળ ઊભું કરવા માટે બજાર નિયામક સેબીની મંજૂરી મેળવવા પ્રારંભિક પેપર્સ ફાઇલ કર્યાં છે. આ આઇપીઓમાં રૂ. 115 કરોડના મૂલ્યનો ફ્રેશ ઇશ્યૂ તથા વર્તમાન પ્રમોટર્સ દ્વારા 15.27 લાખ શેર્સનો ઓફર ફોર સેલ (ઓએફએસ) સામેલ છે, તેમ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી)માં જણાવવામાં આવ્યું છે. ઓએફએસના ભાગરૂપે પ્રમોટર્સ મૂકેશ આર કાપડિયા અને ઉમેદ અમરચંદ ફિફાદ્રા 7.64 લાખ શેર સુધીનું વેચાણ કરવાની યોજના ધરાવે છે. હાલમાં પ્રમોટર્સ અને પ્રમોટર ગ્રૂપ કંપનીમાં 82.57 ટકા હિસ્સો ધરાવે છે.
ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ મૂડી ખર્ચની જરૂરિયાતોને પૂર્ણ કરવા, લાંબાગાળાની કાર્યકારી મૂડીની જરૂરિયાતો તથા કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરાશે.
કંપની ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનમાં અગ્રેસર છે તથા લાર્જ-સ્કેલ મેઝરમેન્ટ, કંટ્રોલ અને ઓટોમેશન સોલ્યુશન્સમાં કુશળતા ધરાવે છે. કંપની ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન સોલ્યુશન્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં ઓઇલ અને ગેસ ટર્મિનલ્સ માટે એડવાન્સ્ડ ઓટોમેટ મીટરીંગ સિસ્ટમ તેમજ મેન્યુઅલ સુવિધાના આધુનિકીકરણ સામેલ છે. 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં કંપનીએ ભારત અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 200થી વધુ ઇન્સ્ટોલેશન કર્યાં છે.
ઇંગા વેન્ચર્સ અને સોવિલો કેપિટલ એડવાઇઝર્સ આ ઇશ્યૂના બુક-રનિંગ લીડ મેનેજર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)