અમદાવાદ, 21 નવેમ્બરઃ એજિસ લોજિસ્ટિક્સ લિમિટેડની મટિરિયલ પેટા કંપની એજિસ વોપેક ટર્મિનલ્સ લિમિટેડ (એવીટીએલ)એ તેના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) માટે સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.

એજિસ વોપેક ટર્મિનલ્સ લિમિટેડ 30 જૂન, 2024 સુધીમાં સ્ટોરેજ ક્ષમતાના સંદર્ભે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (“એલપીજી”) અને લિક્વિડ પ્રોડક્ટ્સ માટે ટેંક સ્ટોરેજ ટર્મિનલ્સના સૌથી મોટી ભારતીય થર્ડ-પાર્ટી ઓનર અને ઓપટેર છે. આઇપીઓમાં રૂ. 3,500 કરોડ સુધીના (“ઇશ્યૂ”) પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમતના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે અને તે જરૂરી મંજૂરીઓ અને બજારની પરિસ્થિતિઓને આધીન રહીને હાથ ધરાશે.

કંપની ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ (1) કંપની દ્વારા પ્રાપ્ત કરાયેલા કેટલાંક ઋણની બાકીની રકમના રિપેમેન્ટ અથવા પ્રીપેમેન્ટ માટે, (2) મેંગ્લોર ખાતે ક્રાયોજેનિક એલપીજી ટર્મિનલના કોન્ટ્રાક્ટેડ હસ્તાંતરણ માટે મૂડી ખર્ચ, (3) કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની દરખાસ્ત ધરાવે છે.

આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝ લિમિટેડ, બીએનપી પારિબા, આઇઆઇએફએલ કેપિટલ સર્વિસિસ લિમિટેડ, જેફરિઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને એચડીએફસી લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)