અમદાવાદ, 5 જૂનઃ એરોસ્પેસ અને કન્ઝ્યુમર સેક્ટરમાં સંપૂર્ણપણે વર્ટિકલી ઈન્ટિગ્રેટેડ, મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમ પૂરી પાડનારી વિશ્વની અગ્રણી મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મ માટે ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલ ધરાવતી એક્વસ લિમિટેડ (Aequs Limited) (“એક્વસ”)એ 3જી જૂન 2025ના રોજની એડવર્ટાઈઝમેન્ટની માહિતીમાં કરેલી જાહેરાત પ્રમાણે મૂડી બજારની નિયમનકર્તા સેબી તથા શેરબજારો સમક્ષ ગોપનિયતાના આધારે પ્રારંભિક જાહેર ભરણા (આઈપીઓ) માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) પ્રી-ફાઈલ કરેલ છે.

કંપની આશરે 200 મિલિયન ડોલરનો આઈપીઓ રજૂ કરવાની યોજના ધરાવી રહી છે. કંપનીની નિયમનકારી માહિતી પ્રમાણે આ દરખાસ્તમાં ઈક્વિટી શેનો ફ્રેશ ઈશ્યુ તથા ઓફર ફોર સેલ (ઓએફએસ)નો સમાવેશ થશે. અલબત કંપનીએ આ અંગે ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે.

આ આઈપીઓ માટે બૂક રનિંગ લીડિંગ મેનેજર તરીકે કોટક મહિન્દ્રા કેપિટલ, જેએમ ફાયનાન્શિયલ અને આઈઆઈએફએલ કેપિટલ છે.

કંપની પીઈ ઈન્વેસ્ટર્સથી સીસીપીએસના સ્વરૂપમાં આશરે રૂપિયા 586 કરોડના એક્સટર્નલ ફન્ડિંગ મેળવવા માટે સક્ષમ રહી છે, જેનો ઉપયોગ કંપની દ્વારા 5મી જૂલાઈ 2024ની કેરએજ રેટિંગ્સ અહેવાલ પ્રમાણે સંચાલકીય કામગીરીને વધારવા માટે આર્થિક જરૂરિયાત પૂરી કરવા ઉપયોગ કરવામાં આવશે.

નાણાકીય વર્ષ 2024માં કંપનીની કુલ આવક આશરે રૂપિયા 988 કરોડ (નિયમનકારી માહિતી પ્રમાણે) હતી અને નાણાકીય વર્ષ 2024માં સંચાલનમાંથી થતી કુલ આવક રૂપિયા 970 કરોડ (કેરએજ રેટિંગના અહેવાલ પ્રમાણે) હતી. મૂડીગત પ્રોજેક્ટોને સફળતાપૂર્વક પૂરા કરવા અને એરોસ્પેસ કારોબારમાં સતત ઓર્ડર ઈન્ફ્લોના આધારે કેરએજ રેટિંગ્સને અંદાજ છે કે કંપનીની આવક નજીકના સમયગાળાથી મધ્યમ સમય ગાળામાં 45 ટકાના કમ્પાઉન્ડેડ એન્યુએલ ગ્રોથ રેટ (સીએજીઆર)થી વધશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)