MEAI-અમદાવાદ ચેપ્ટરનાં 28મા સ્થાપના દિવસની ઉજવણી
અમદાવાદ, 17 જૂનઃ અમદાવાદ ચેપ્ટર ઓફ ધ માઇનિંગ એન્જિનીયર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (MEAI)એ 14 જૂન, 2024નાં રોજ એનો 28મો સ્થાપન દિવસ ઉજવ્યો હતો. 1997માં સ્થાપિત એમઇએઆઈનાં અમદાવાદ ચેપ્ટરે 27 વર્ષની સીમાચિહ્ન સફર પૂર્ણ કરી છે અને ખાણખનીજ ક્ષેત્રમાં માપદંડો સ્થાપિત કર્યા છે.
આ સત્ર પર વાર્ષિક પરંપરાને જાળવીને સ્મૃતિ વ્યાખ્યાનમાં ભારત સરકારનાં નીતિ આયોગનાં સલાહકાર (ઊર્જા) રાજનાથ રામે ચેપ્ટરનાં સ્થાપક ચેરમેન સ્વ. બી કે અનિતાને શ્રદ્ધાસુમન આપતું લેક્ચર આપ્યું હતું. આ પ્રસંગે એમઇએઆઈનાં પ્રમુખ એસ એન માથુર, એમઇએઆઈ ઉપપ્રમુખ (III) એલ એસ શેખાવત અને અમદાવાદ ચેપ્ટરનાં ચેરમેન સ્વાગત રે તેમજ અન્ય સરકારી અધિકારીઓ, હિતધારકો અને એમઇએઆઈ પરિષદનાં સભ્યો ઉપસ્થિત હતાં.
સ્મૃતિ વ્યાખ્યાન પછી મહત્વપૂર્ણ ખનીજો અને ખાણ ઉદ્યોગમાં એઆઈની ઉપયોગિતા પર કેન્દ્રિત એક ટેકનિકલ સત્રનું આયોજન થયું હતું. આ સત્રનો ઉદ્દેશ આ ક્ષેત્રોમાં અદ્યતન જાણકારી અને પ્રગતિ વિશે વ્યવસાયિકોને માર્ગદર્શન આપવાનો હતો, જેથી તેઓ ઔદ્યોગિક પ્રવાહો અને નવીનતાઓમાં આગળ રહે.
એમઇએઆઈનાં પ્રેસિડન્ટ એસ એન માથુરે તેમનાં સંબોધનમાં એમઇએઆઈ સમગ્ર દેશમાં ખાણખનીજ ક્ષેત્રમાં કાર્યરત તમામ વ્યવસાયિકોને સેમિનારો, વર્કશોપ, તાલીમસત્રો અને અન્ય કાર્યક્રમો મારફતે તેમની જાણકારી અને કુશળતાઓ વધારવા કેવી રીતે મદદ કરે છે એનો ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે અમદાવાદ ચેપ્ટરનાં ચેરમેન સ્વાગત રેએ કહ્યું હતું કે, “આ ઉજવણી ખાણખનીજ ઉદ્યોગ અને સમાજ પર સકારાત્મક અસર કરવાની કટિબદ્ધતાની છે. શ્રેષ્ઠ રીતો, પર્યાવરણલક્ષી નેતૃત્વ અને સલામતીનાં ધારાધોરણોમાં મોખરી રહીને અમે ખાણખનીજની કામગીરીઓ માટે વધારે જવાબદાર અને કાર્યદક્ષ ભવિષ્યને આકાર આપવાની ધારણા ધરાવીએ છીએ.” સ્મૃતિ વ્યાખ્યાન અને ટેકનિકલ સત્ર પછી અમદાવાદ ચેપ્ટરની 28મી સાધારણ વાર્ષિક સભા યોજાઈ હતી, જેમાં ચેપ્ટરનાં વાર્ષિક પુરસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)