સુરત, 13 ફેબ્રુઆરી: એડવાન્સ ફાર્માસ્યુટીકલ ઈન્ટરમિડિયેટ્સ અને સ્પેશિયાલિટી કેમિકલ્સ મેન્યુફેક્ચરર અમી ઓર્ગેનિક્સ લિમિટેડ (AMI) (BSE: 543349, NSE: AMIORG)એ 31 ડિસેમ્બર, 2023ના અંતે પૂર્ણ થતાં નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક અને નવ માસિક પરિણામો જાહેર કર્યા છે. EBITDA ત્રિમાસિક માટે 13.9% ઘટી 265 મિલિયન થઈ, Q3FY23માં 308 મિલિયન હતી, ત્રિમાસિક ધોરણે Q2FY24માં 248 મિલિયન સામે 6.8% વધી છે. ત્રિમાસિક માટે EBITDA માર્જિન Q3FY23માં 20.2% અને Q2FY24માં 14.4%ની સરખામણીમાં 15.9% હતું. EBITDA માર્જિન 430bps વાર્ષિક ધોરણે ઘટ્યું છે. જ્યારે ત્રિમાસિક ધોરણે 153 bps વધ્યું છે. EBITDA માર્જિન મોટાભાગે ગ્રોસ માર્જિન દ્વારા સંચાલિત હતા. ચોખ્ખો નફો રૂ. 178 મિલિયન નોંધાયો છે. ક્વાર્ટર માટે PAT માર્જિન 10.7% રહ્યા હતા.

કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામ- Q3 અને 9MFY24:

(Rs. Mn)Q3FY24Q3FY23YoY9MFY249MFY23YoY
Revenue1,6641,5249.2%4,9254,30414.4%
Gross Profit7147002.0%2,1582,0455.5%
Gross Margin42.9%46.0% 43.8%47.5% 
EBITDA265308(13.9)%8538184.3%
EBITDA Margin15.9%20.2% 17.3%19.0% 
PAT178223(20.1)%548561(2.4)%
PAT Margin10.7%14.6% 11.1%13.0% 
નોંધઃ ચોખ્ખો નફો અને ચોખ્ખા નફાના માર્જિન એક્સેપન્શનલ આઈટમ્સ માટે એડજસ્ટ કરેલા છે. એક્સેપન્શનલ આઈટમ્સમાં અમી ઓન્કોથેરાનોસ્ટિક્સ એલએલસી. સાથેના સંયુક્ત સાહસ સંપૂર્ણપણે સમાવિષ્ટ છે.

કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નરેશ પટેલે જણાવ્યું હતું કે, કામગીરીમાંથી આવક વાર્ષિક ધોરણે 9.2% વધી રૂ. 1,664 મિલિયન થઈ છે.  આ વૃદ્ધિ 25% ની મજબૂત વોલ્યુમ ગ્રોથ દ્વારા આધારભૂત છે. ત્રિમાસિક દરમિયાન અમે API માટે બે વધારાના અદ્યતન ઈન્ટરમિડિયેટ્સ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અમારી અંકલેશ્વર સાઇટ પર અત્યાધુનિક, ટેકનોલોજી આધારિત પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું છે. કામગીરીમાંથી આવક ત્રીજા ત્રિમાસિકમાં 9.2 ટકા વધી રૂ. 1664 મિલિયન થઈ છે. ત્રિમાસિક માટે ગ્રોસ માર્જિન 42.9 ટકા રહ્યા હતા. જે ગતવર્ષે 46 ટકા અને બીજા ત્રિમાસિકમાં 41 ટકા હતા. ગ્રોસ માર્જિન વાર્ષિક ધોરણે 303 bps અને ત્રિમાસિક ધોરણે 190 bps વધ્યા છે. ગ્રોસ માર્જિન કિંમતોમાં દબાણ અને અનિચ્છિનીય પ્રોડક્ટ મિક્સને આભારી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)