આનંદ રાઠી વેલ્થનો ચોખ્ખો નફો 3 માસમાં 35 ટકા વધ્યો
મુંબઈ: આનંદ રાઠી વેલ્થ લિમિટેડએ ઓક્ટોબર-ડિસેમ્બર, 2023ના ગાળામાં કુલ ચોખ્ખો નફો ₹ 43 કર્યો છે, જે ઓક્ટોબર-ડિસેમ્બર, 2021 કરતાં 35 ટકા વધારે છે અને કુલ આવક સંબંધિત ગાળા કરતાં 29 ટકા વધીને ₹ 140 કરોડ થઈ છે. કંપનીએ એપ્રિલથી ડિસેમ્બર, 2022 (નાણાકીય વર્ષ 2022-23ના 9 મહિના)માં ₹ 126 કરોડનો કુલ ચોખ્ખો નફો કર્યો હતો, જે એપ્રિલથી ડિસેમ્બર, 2021 (નાણાકીય વર્ષ 2021-22ના 9 મહિના)થી 37 ટકા વધારે છે અને સમાન ગાળામાં કુલ આવક 32 ટકા વધીને ₹ 412 કરોડ થઈ છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી રાકેશ રાવલે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-23ના નવ મહિનામાં આવક 32 ટકા વધી હતી અને પીએટી (કરવેરાની ચુકવણી પછીનો નફો) 37 ટકા સુધી વધ્યો હતો. આ અભિગમથી અમારી એયુએમ વાર્ષિક ધોરણે 20 ટકા વધીને ₹ 38, 517 કરોડ થઈ હતી.
₹ કરોડમાં | Q 3 FY 23 | Q 3 FY 22 | Y- o- Y | 9 M FY 23 | 9 M FY 22 | Y- o- Y |
કુલ આવક | 140.2 | 108 .7 | + 29 % | 411.8 | 310 .9 | + 32 % |
કુલ નફો | 58.4 | 42 .9 | + 36 % | 168.8 | 123 .6 | + 37 % |
ચોખ્ખો નફો | 43.2 | 32 .0 | + 35 % | 125.9 | 92 .2 | + 37 % |
EPS ₹) | 10.4 | 7 .7 | + 34 % | 30.2 | 22 .2 | + 36 % |
AUM | 38 , 517 | 32 , 171 | + 20 % | 38 , 517 | 32 , 171 | + 20 % |