ગ્રેટર નોઇડા: ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર જૉય ઇ-બાઇકની અગ્રણી ઉત્પાદક વોર્ડવિઝાર્ડે પોલી ડાયસીક્લોપેન્ટાડાઇન મટિરિયલ (પીડીસીપીડી) સાથે નવું હાઈ-સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર મિહોસ લોન્ચ કર્યું છે. વડોદરામાં વોર્ડવિઝાર્ડની આરએન્ડટી ટીમ દ્વારા ડિઝાઇન કરેલું અને વિકસાવેલું મિહોસ એક રિટ્રો-સ્ટાઇલ ઇલેક્ટ્રિક સ્કૂટર છે. ઉત્પાદન ગુજરાતમાં વડોદરામાં સ્થિત કંપનીની અદ્યતન ઉત્પાદન સુવિધામાં થશે તથા ડિલિવરીઓ સમગ્ર દેશમાં તબક્કાવાર રીતે શરૂ થશે. કંપનીના સીએમડી યતિન ગુપ્તેએ કહ્યું કે, ઇલેક્ટ્રિક મોટરસાયકલ કેટેગરીમાં પોતાના પ્રોડક્ટ પોર્ટફોલિયોને મજબૂત કરવા વધુ એક પગલું લેવા કંપનીએ એક્ષ્પોમાં એનું સિટી ઇલેક્ટ્રિક મોટરસાયકલ રોકફેલરનો કોન્સેપ્ટ પણ પ્રસ્તુત કર્યો હતો. કંપની નાણાકીય વર્ષ 2023-24ના અંત સુધીમાં મોટરસાયકલ લોંચ કરવાની યોજના ધરાવે છે.