સુરત, 27 ડિસેમ્બર: કસ્ટમ સિન્થેસિસ અને સ્પેશિયાલિટી કેમિકલ કંપની અનુપમ રસાયણ (NSE, BSE: ANURAS)એ જાપાનની કેમિકલ કંપનીને આગામી નવ વર્ષ સુધી ન્યુ એજ પોલીમર ઇન્ટરમિડિએટ સપ્લાય કરવા માટે 61 મિલિયન ડોલર (રૂ. 507 કરોડ)ના મૂલ્યના લેટર ઓફ ઇન્ટેન્ટ ઉપર હસ્તાક્ષર કર્યાં છે. આ સપ્લાય કેલેન્ડર વર્ષ 2024થી શરૂ થશે. આ પ્રોડક્ટનું ઉત્પાદન કંપનીના વર્તમાન પ્લાન્ટ તથા નવી મલ્ટીપર્પઝ ઉત્પાદન સુવિધામાં કરાશે. અનુપમ રસાયણના મેનેજિંગ ડાયરેક્ટર આનંદ દેસાઇએ કહ્યું હતું કે, અમે ન્યુ એજ પોલીમર ઇન્ટરમિડિએટ સ્પ્લાય કરીશું. આ મોલેક્યુલનો ઉપયોગ થર્મોપ્લાસ્ટિક પોલીમર્સ માટે ઇન્ટરમિડિએટ તરીકે ઉપયોગમાં લેવાશે, જેનો ઉપયોગ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી, સેમિકન્ડક્ટર પ્રોસેસ મટિરિયલ, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ તથા હાઇ-પર્ફોર્મન્સ ઇન્ડસ્ટ્રીયલ મશીનરી સ્ટ્રક્ચરલ મટિરિયલ તરીકે ઉપયોગમાં લેવાય છે. આ એલઓઆઇ ઉપર હસ્તાક્ષર અમારા માટે મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે, જે હાઇ-એન્ડ પોલીમર ઇન્ટરમિડિએટ્સના વિશ્વસનીય પ્રોવાઇડર તરીકેની અમારી ઉપસ્થિતિને વધુ મજબૂત કરશે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)