અદાણી પોર્ટસ અને સેઝના નફામાં વાર્ષિક ધોરણે ૬૫%નો ઉછાળો
અમદાવાદ, ૧ ફેબ્રુઆરી: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (“APSEZ”) એ ૩૧ ડિસેમ્બર,૨૦૨૩ના રોજ પૂરા થતા ક્વાર્ટર અને નવ મહિનાના તેના પરિણામો આજે જાહેર કર્યા છે. APSEZ ના સી.ઈ.ઓ. અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે,અમારા પ્રથમ બંદર, મુન્દ્રાએ જે વર્ષે કામગીરીના ૨૫ વર્ષ પૂરા કર્યા ત્યારથી APSEZ એ ક્વાર્ટર ૩ અને નવ માસમાં સૌથી વધુ આવક, EBITDA અને કાર્ગો વોલ્યુમ સાથે તેનું અત્યાર સુધીનું સૌથી મજબૂત પ્રદર્શન હાંસલ કર્યું છે, અને સંપૂર્ણ વર્ષ માટે પૂરા પાડવામાં આવેલા માર્ગદર્શનને અનુરુપ સિધ્ધ કરવા માટેના માર્ગ પર છે.
નાણાકીય વિશેષતાઓ:
વાર્ષિક ધોરણે ક્વાર્ટર દરમિયાન કાર્ગો વોલ્યુમમાં ૪૪%નો વધારો થવાને કારણે નાણાકીય વર્ષ-૨૪ના ત્રીજા ક્વાર્ટરમાં આવક વાર્ષિક ૪૫% વધીને રૂ.૬,૯૨૦ કરોડ થઈ
ઘરેલું પોર્ટ EBITDA માર્જિન લગભગ ૧૭૦ bps દ્વારા વિસ્તરણ, સુધારેલ કાર્યક્ષમતા અને ક્ષમતાના ઉચિત ઉપયોગ સાથે વાર્ષિક ધોરણે EBITDA માં ૫૯% વૃદ્ધિને રૂ.૪,૨૯૩ કરોડ તરફ દોરી.
કાર્ગો વોલ્યુમની સ્વસ્થ વૃદ્ધિને કારણે ત્રિમાસિક દરમિયાન કર બાદનો નફો (PAT) રૂ.૨,૨૦૮ કરોડ (વાર્ષિક ધોરણે ૬૫%) નોંધાયો
ચાલુ નાણાકીય વર્ષના નવ મહિના દરમિયાન USD 325 મિલિયનનું બોન્ડ બાય-બેક પૂર્ણ થયું, જે નાણાકીય વર્ષ-૨૩ માટે EBITDA (TTM ડિસેમ્બર’23 માટે) ને ૩.૧x સામે ૨.૫x સુધીના નેટ ડેટમાં સુધારો થવા તરફ દોરેે છે.
Particulars (Rs Cr) | Q3 FY24 | Q3 FY23 | Y-o-Y Change | 9M FY24 | 9M FY23 | Y-o-Y Change |
Cargo (MMT) | 108.6 | 75.4 | 44% | 311.2 | 252.9 | 23% |
Revenue | 6,920 | 4,786 | 45% | 19,814 | 15,055 | 32% |
EBITDA# | 4,293 | 2,697 | 59% | 11,722 | 7,676 | 53% |
PAT | 2,208 | 1,337 | 65% | 6,089** | 4,252 | 43% |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)