આર્ડી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે SEBIમાં પેપર્સ ફાઇલ કર્યા
અમદાવાદ, 30 સપ્ટેમ્બર: આર્ડી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે 29 સપ્ટેમ્બર, 2025ના રોજ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું છે જેમાં પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના રૂ. 3,200 મિલિયન સુધીના ફ્રેશ ઇશ્યૂ અને 3,76,50,000 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.
કલેક્શન, રિસાયકલિંગ અને પ્રોડક્શનમાં લૂપને બંધ કરીને કંપની આયાતી મહત્વની ધાતુઓ પર ભારતની નિર્ભરતા ઘટાડે છે, સ્થાનિક સંસાધનોની સુરક્ષા મજબૂત બનાવે છે અને ઔદ્યોગિક વૃદ્ધિની પર્યાવરણીય અસરને ઘટાડે છે. 1,04,025 એમટીપીએની સ્થાપિત રિસાયકલિંગ ક્ષમતા અને ગુણવત્તાસભર કમ્પ્લાયન્ટ એલોય્ઝના ઉત્પાદનના સતત ટ્રેક રેકોર્ડ સાથે કંપની ભારતના ટકાઉપણાના એજન્ડા સાથે ઘનિષ્ઠપણે સંલગ્ન રહે છે અને સર્ક્યુલર, સંસાધન-કાર્યક્ષમ અર્થતંત્ર તરફ વૈશ્વિક સંક્રમણને ટેકો આપે છે.
તેની બ્રાન્ડ ‘Ardee’ એમસીએક્સ પ્લેટફોર્મ પર લિસ્ટેડ છે જે ગ્રાહકો તથા કોમોડિટી ટ્રેડર્સને તેની પ્રોડક્ટ, પ્યોર લીડમાં ખરીદી તથા વેપારની ક્ષમતા પૂરી પાડે છે. એમસીએક્સ લિસ્ટિંગ વિશ્વસનીયતા અને સ્પર્ધાત્મકતા વધારે છે જે પારદર્શક રીતે પ્રાઇઝ બેન્ચમાર્કિંગની સુવિધા આપે છે, પ્રાઇઝ રિસ્ક સામે હેજિંગ સક્ષમ કરે છે અને માર્કેટ વિઝિબિલિટી વધારે છે. આ ઉપરાંત, કંપનીએ લંડન મેટલ એક્સચેન્જ (એલએમઈ) પર ‘Ardee Lead 9997’ના લિસ્ટિંગ માટે અરજી કરી છે.
કંપની તેની સમકક્ષ કંપનીઓના સમુહમાં સૌથી ઝડપથી વિકસતી કંપનીઓમાં સ્થાન ધરાવે છે જેણે નાણાંકીય વર્ષ 2023 અને નાણાંકીય વર્ષ 2025 વચ્ચે 34.30 ટકાની સીએજીઆરથી આવક નોંધાવી છે જે નાણાંકીય વર્ષ 2024માં રૂ. 4,629.59 મિલિયનથી નાણાંકીય વર્ષ 2025માં રૂ. 7,425.35 મિલિયન પહોંચી હતી. ટનદીઠ ગ્રોસ માર્જિન નાણાંકીય વર્ષ 2023માં રૂ. 19,511.95થી વધીને નાણાંકીય વર્ષ 2025માં રૂ. 33,642.16 પહોંચ્યું હતું. આ જ સમયગાળામાં એબિટાએ 70.20 ટકાનો સીએજીઆર નોંધાવ્યો હતો જે નાણાંકીય વર્ષ 2024માં રૂ. 280.57 મિલિયનથી વધીને નાણાંકીય વર્ષ 2025માં રૂ. 659.34 મિલિયન થયું હતું જ્યારે ચોખ્ખો નફો નાણાંકીય વર્ષ 2024માં રૂ. 89.54 મિલિયનથી 97.07 ટકાના સીએજીઆરથી વધીને નાણાંકીય વર્ષ 2025માં રૂ. 332.71 મિલિયન થયો હતો. કાર્યક્ષમતા, ઉત્પાદકતામાં સુધારો અને કોસ્ટ રેશનલાઇઝેશન પર કંપનીના સતત ધ્યાનના લીધે મજબૂત નાણાંકીય પર્ફોર્મન્સ જોવા મળ્યું હતું.
પેન્ટોમેથ કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે. કંપનીના ઇક્વિટી શેર્સ બીએસઈ અને એનએસ
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)