અમદાવાદ, 1 નવેમ્બરઃ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપનીઓ પૈકીની એક અરવિંદ સ્માર્ટસ્પેસીસ લિમિટેડે (એએસએલ) વિશાળ સ્તરના હોરિઝોન્ટલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સાથે વડોદરાના રેસિડેન્શિયલ માર્કેટમાં તેના પ્રવેશની આજે જાહેરાત કરી હતી. આ એક જોઇન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે જે રૂ. 700 કરોડના વેચાણની સંભાવના ધરાવે છે.

આજવા રોડ માઇક્રો માર્કેટ ખાતે વ્યૂહાત્મક રીતે સ્થિત આ પ્રોજેક્ટ શહેર સાથે સુગમ રીતે જોડાયેલા રહીને પ્રકૃતિના સાનિધ્યમાં વૈભવી જીવનનો અનુભવ માણવાની દુર્લભ તક પૂરી પાડે છે. આ પ્રોજેક્ટ સ્માર્ટ ડિઝાઇન અને ભવિષ્ય માટે તૈયાર સુવિધાઓનું સંકલન કરીને વડોદરામાં શહેરી જીવનને નવેસરથી વ્યાખ્યાયિત કરશે.

આ અંગે અરવિંદ સ્માર્ટસ્પેસીસના સીઈઓ અને પૂર્ણ સમયના ડિરેક્ટર શ્રી પ્રિયાંશ કપૂરે જણાવ્યું હતું કે અમે નવા શહેરમાં વિસ્તરણ કરતા અને વડોદરાના વાઇબ્રન્ટ તથા ઉભરતા રેસિડેન્સિયલ માર્કેટમાં પ્રવેશતા આનંદ અનુભવીએ છીએ. આ એએસએલનો ગુજરાતમાં 23મો પ્રોજેક્ટ છે અને ઉચ્ચ સંભાવનાઓ ધરાવતા બજારમાં વિસ્તરણ કરવાની અને રાજ્યમાં અમારી હાજરી મજબૂત બનાવવાની અમારી વ્યૂહરચના સાથે સંલગ્ન છે.

રિયલ એસ્ટેટ માર્કેટમાં આશાવાદ મજબૂત રહ્યો છે અને અમે વર્ષના બાકીના સમયગાળા દરમિયાન ગુજરાત, બેંગાલુરુ અને એમએમઆરમાં નવા પ્રોજેક્ટ્સ ઉમેરવા માટે આતુર છીએ.