Atlanta Electricals Ltd. નો IPO 22 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 718 – 754
| IPO ખૂલશે | 22 સપ્ટેમ્બર |
| IPO બંધ થશે | 24 સપ્ટેમ્બર |
| એન્કર બિડિંગ | 18 સપ્ટેમ્બર |
| EMPLOYEE DISCOUNT | રૂ. 70 |
| ફેસ વેલ્યૂ | રૂ. 2 |
| પ્રાઇસબેન્ડ | રૂ. 718 – 754 |
| IPO સાઇઝ | રૂ. 687.34 કરોડ |
| લોટ સાઇઝ | 19 શેર્સ |
| લિસ્ટિંગ | BSE, NSE |
અમદાવાદ, 18 સપ્ટેમ્બર: એટલાન્ટા ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ 22 સપ્ટેમ્બર ના રોજ ખૂલશે અને 24 સપ્ટેમ્બર ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ 18 સપ્ટેમ્બર રહેશે. રૂ. 2 મૂળ કિંમતવાળા ઇક્વિટી શૅર માટે પ્રાઇઝ બેન્ડ રૂ. 718 થી રૂ. 754 નક્કી કરવામાં આવ્યો છે. બિડ્સ લઘુતમ 19 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 19 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે. કંપની ના એમ્પ્લોય માટે રૂ. 70 નું DISCOUNT રાખેલ છે.
કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી કુલ આવકનો આ પ્રમાણે ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છેઃ (1) અંદાજે રૂ. 791.2 મિલિયન (રૂ. 79 કરોડ) જેટલા કંપની દ્વારા લેવામાં આવેલા ચોક્કસ બાકી દેવાની સંપૂર્ણ કે આંશિક ચૂકવણી કે પૂર્વચૂવણી માટે (2) અંદાજે રૂ. 2,100 મિલિયન (રૂ. 210 કરોડ) કંપનીની કાર્યશીલ મૂડીની જરૂરિયાતોને ભંડોળ આપવા માટે અને (3) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.
લિસ્ટિંગઃ કંપનીના શેર્સ બીએસઇ અને અનએસઇ ખાતે લિસ્ટિંગ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.
કંપનીની કામગીરી અને ઇતિહાસ:
એટલાન્ટા ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ ડિસેમ્બર 1988માં સ્થાપિત ભારતમાં પાવર, ઓટો અને ઇન્વર્ટર ડ્યુટી ટ્રાન્સફોર્મર્સનું ઉત્પાદન કરે છે. 31 માર્ચ, 2025 સુધીમાં કંપનીના પોર્ટફોલિયોમાં 6 ઉત્પાદનોનો સમાવેશ થાય છે: પાવર ટ્રાન્સફોર્મર્સ, ઇન્વર્ટર-ડ્યુટી ટ્રાન્સફોર્મર્સ, ફર્નેસ ટ્રાન્સફોર્મર્સ, જનરેટર ટ્રાન્સફોર્મર્સ અને સ્પેશિયલ-ડ્યુટી ટ્રાન્સફોર્મર્સ.
31 માર્ચ, 2025 સુધીમાં કંપની ભારતભરના 19 રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગ્રાહકોને સેવા આપે છે, રાજ્ય અને રાષ્ટ્રીય ગ્રીડ, ખાનગી ખેલાડીઓ અને મુખ્ય નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ્સને કુલ 94000 MVA ના 4,400 ટ્રાન્સફોર્મર્સ પૂરા પાડે છે. કંપની પાસે પાંચ ઉત્પાદન સુવિધાઓ છે, જેમાંથી ચાર કાર્યરત છે, બે આણંદ, ગુજરાત અને એક બેંગલુરુ, કર્ણાટકમાં સ્થિત છે, અને વડોદ યુનિટે જુલાઈ માં વ્યાપારી ઉત્પાદન શરૂ કર્યું છે.
31 માર્ચ સુધીમાં કંપની પાસે GETCO, અદાણી ગ્રીન એનર્જી, ટાટા પાવર અને SMS ઇન્ડિયા સહિત 208 વિવિધ ગ્રાહકો છે. કંપનીએ તેના ઉત્પાદનો યુનાઇટેડ સ્ટેટ્સ, કુવૈત અને ઓમાન જેવા દેશોમાં નિકાસ કર્યા છે.
લીડ મેનેજર્સ: મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ અને એક્સિસ કેપિટલ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
