Augmont Enterprises Limited એ DRHP ફાઈલ કર્યું
અમદાવાદ, 4 ઓક્ટોબરઃ ઓગમોન્ટ એન્ટરપ્રાઈઝીસ દ્વારા માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (SEBI)માં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઈલ કરવામાં આવી છે. કંપની 31 ઓગસ્ટ, 2025ની સ્થિતિએ દેશનાં 24 રાજ્યોમાં બિઝનેસ ગૃહો તેમજ ગ્રાહકોને સેવા આપે છે.
IPOમાં ₹ 5ના મૂલ્યના કુલ ₹ 620 કરોડના નવા ઈક્વિટી શૅર તથા ₹ 5ના મૂલ્યના કુલ ₹ 180 કરોડના ઈક્વિટી શૅરોના વેચાણની ઑફરનો સમાવેશ થાય છે. ₹ 5ના ઈક્વિટી શૅરોનું કુલ કદ ₹ 800 કરોડ થાય છે. પ્રમોટર સેલિંગ શેરધારકો દ્વારા વેચાણ માટેની ઓફરમાં નમિતા કેતન કોઠારી દ્વારા ₹60 કરોડ સુધીના ઇક્વિટી શેર, વિવેક પૃથ્વીરાજ કોઠારી દ્વારા ₹60 કરોડ સુધીના ઇક્વિટી શેર અને ડિમ્પલ મુકેશ કોઠારી દ્વારા ₹60 કરોડ સુધીના ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે.
કંપની બે બિઝનેસ વર્ટિકલ્સ દ્વારા કામગીરી કરે છે. તેના ઓનલાઈન પ્લેટફોર્મ્સને ઑફલાઈન વિતરણ નેટવર્ક જેવા કે (1) એન્ટરપ્રાઈઝ સેલ્સ (‘Augmont SPOT’ પ્લેટફોર્મ મારફત) તથા આંતરરાષ્ટ્રીય વેચાણ અને (2) ગ્રાહકલક્ષી ઓફરો, જે ‘Augmont Gold for All’ પ્લેટફોર્મ તેમજ ઑફલાઈન ચેનલો દ્વારા વિતરણ કરે છે.
એન્ટરપ્રાઈઝ સેલ્સ બિઝનેસમાં કંપની જ્વેલર્સ, બુલિયન ડીલર્સ તેમજ માન્ય જીએસટી રજિસ્ટ્રેશન ધરાવતા ઉત્પાદકોને ‘Augmont SPOT’ પ્લેટફોર્મ દ્વારા ગોલ્ડ અને સિલ્વર બારનું વેચાણ કરે છે. 31 ઓગસ્ટ, 2025 સુધીમાં આ પ્લેટફોર્મ ઉપર જ્વેલર્સ, બુલિયન ડીલર તેમજ ઉત્પાદકો મળીને કુલ 4,975 સભ્યોની નોંધણી થઈ છે. સંપૂર્ણ ઈલેક્ટ્રોનિક અને ડિલિવરી આધારિત બુલિયન પ્લેટફોર્મ 2012થી કાર્યરત છે. ‘Augmont SPOT’ પ્લેટફોર્મ દ્વારા થયેલી ખરીદીના રાષ્ટ્રવ્યાપી બિઝનેસ માટે કંપની 13 રાજ્યોમાં 20 સ્પોટ ડિલિવરી કેન્દ્રો સંચાલિત કરે છે, જે પૈકી સીધા કંપની સંચાલિત નવ કેન્દ્રો છે જ્યારે 11 કેન્દ્રો ફ્રેન્ચાઈસી મારફત ચાલે છે.
કંપનીએ ડિજિટલ ગોલ્ડ રિડમ્પ્શન માટે કલ્યાણ જ્વેલર્સ તથા કેરેટલેન જેવા અગ્રણી જ્વેલર્સ સાથે તથા ડિજિટલ ડિસ્ટ્રીબ્યુટર નાવી ઉપરાંત ગુલ્લક અને કેન્ડેર સહિત 180 કરતાં વધુ સાથે ભાગીદારી કરી છે. આ બધા ઉપરાંત કંપની મુથૂટ એક્ઝિમ સ્ટોર્સ દ્વારા 3,700 ગ્રાહકોને સેવા આપે છે. કંપનીએ NBFC સાથે પણ સમજૂતી કરી છે જેથી ગ્રાહકો NBFCના સ્ટોર્સ પરથી જ્વેલરી અને બુલિયન ઉત્પાદનો ખરીદી શકે.
કંપની રાજસ્થાનના જયપુરસ્થિત સિતાપુર સેઝ ખાતે આવેલા યુનિટમાં ઉત્પાદન કરે છે. એ યુનિટની કેપેસિટી 31 ઓગસ્ટ, 2025ના રોજ 13.80 MTPA હતી. એ ઉત્પાદનનું વેચાણ હોંગકોંગ, તુર્કી તથા યુએઈ જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં થાય છે. કંપની દ્વારા રિફાઈનિંગ કામગીરી બે યુનિટ ખાતે થાય છે- જે પૈકી રૂદ્રપુરમાં 144 MTPAની તથા મુંબઈમાં 140 MTPAની ક્ષમતા છે. કંપની ભારતના એવી જૂજ રિફાઈનર પૈકી એક છે જે બીએસઈ અને એમસીએક્સ ઉપર બુલિયન ડિલિવરી માટે ઓથોરાઈઝ છે.
કંપનીના પરફોર્મન્સને તેના સતત નાણાકીય ગ્રોથ દ્વારા સમજી શકાય છે. ઓપરેશન્સમાંથી આવક FY23માં ₹31289.311 કરોડ હતી વધીને FY25માં ₹66230.779 કરોડ થઈ છે, જે 45.49% CAGR દર્શાવે છે; અને વાર્ષિક નફો FY23માં ₹43.687 કરોડથી વધીને FY25માં ₹227.188 કરોડ થયો છે જે CAGR પર 128.04% નો વધારો દર્શાવે છે.
નુવમા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ, ઈન્ટેન્સિવ ફિસ્કલ સર્વિસિસ પ્રાઈવેટ લિમિટેડ, જેએમ ફાઈનાન્સિયલ લિમિટેડ તથા મોતીલાલ ઓસવાલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ લિમિટેડ
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
