નવી દિલ્હીઃ ઓટો એક્સ્પો 2023 ન્યૂ એજના વાહનોની વ્યાપક રેન્જ સાથે શરૂ થયો છે. ઓટો એક્સ્પોમાં ઇલેક્ટ્રિક વાહનો સહિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ નવા જમાનાના વાહનો રજૂ કરવામાં આવશે. ઓટો એક્સ્પો 2023નું સ્થળ અને સમયઃ ગ્રેટર નોઈડામાં જેપી ગોલ્ફ કોર્સ નજીક ઈન્ડિયા એક્સ્પો માર્ટ ખાતે ઓટો એક્સ્પો 2023 શરૂ થયો છે. 11 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી માત્ર મીડિયા અને ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો માટે જ એન્ટ્રી રાખવામાં આવી છે. જ્યારે, એક્સ્પો 13 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. એક્સ્પોમાં દરરોજ સવારે 11 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ખૂલ્લો રહેશે.

ઓટો એક્સ્પો 2023માં પ્રવેશના નિયમો


BookMyShow.com (https://in.bookmyshow.com/events/auto-expo-the-motor-show 2023/ET00343313) પરથી પ્રવેશ ટિકિટ ખરીદી શકો છો.
પાંચ વર્ષથી મોટી ઉંમરના બાળકો માટે પણ ટિકિટ લેવાની રહેશે.
ઓટો એક્સ્પો બંધ થવાના સમયની 30 મિનિટ પહેલા સ્થળ પર પ્રવેશ બંધ કરી દેવામાં આવશે.
ઓટો એક્સપોની અંદર મોટી હેન્ડબેગ્સ, બ્રીફકેસ, બેકપેકની મંજૂરી નથી.
કોઈ બહારની ખાદ્ય ચીજવસ્તુઓ, બોટલ્ડ પાણી, પીણાં, દારૂની મંજૂરી નથી.
ઓટો એક્સપોમાં ખાદ્યપદાર્થો અને પીણા ઉપલબ્ધ હશે, જે નિશ્ચિત કિંમત ચૂકવીને ખરીદી શકાય છે.
ઓટો એક્સપોની અંદર સાયકલ, સ્કૂટર, સ્કેટબોર્ડ, રોલર સ્કેટ વગેરેને મંજૂરી નથી.
ઓટો એક્સ્પોમાં પાર્કિંગ એરિયા નક્કી કરવામાં આવ્યો છે.
ઓટો એક્સપોની અંદર પાલતુ પ્રાણીઓને મંજૂરી નથી.
સુનિશ્ચિત પ્રવેશ સમયના ઓછામાં ઓછા 30 મિનિટ પહેલાં ઓટો એક્સપોમાં ઉપસ્થિત થવાનું રહેશે.