અમદાવાદ, 18 એપ્રિલ: ભારતમાં ઓટોમોટિવના પ્રમુખ કોમ્પોનન્ટના અગ્રણી નિર્માતા એમફોર્સ ઓટોટેક લિમિટેડે (Emmforce Autotech)નો IPO મંગળવાર, 23 એપ્રિલે ખૂલશે. તથા 25 એપ્રિલે બંધ થશે. કંપની ઓફરિંગમાંથી આશરે રૂ. 53.9 કરોડ ઉભા કરવા (અપર પ્રાઇઝ બેન્ડ)ની તથા બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. કંપનીએ પ્રતિ શેર રૂ. 93-રૂ. 98નો પ્રાઇઝ બેન્ડ નિર્ધારિત કર્યો છે તથા લોટ સાઇઝ 1,200 ઇક્વિટી શેર્સનો રહેશે.

IPOમાં બુક-બિલ્ડિંગ રૂટ દ્વારા પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 54,99,600 ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. માર્કેટ મેકર માટે 2.76 લાખ ઇક્વિટી શેર્સ, એનઆઇઆઇ માટે 7.83 લાખ ઇક્વિટી શેર્સ, ક્યુઆઇબી માટે 26.11 લાખ ઇક્વિટી શેર્સ (એન્કર રિઝર્વેશન સહિત) અને રિટેઇલ (આરઆઇઆઇ) માટે 18.28 લાખ ઇક્વિટી શેર્સ અનામત રખાયા છે.

આઇપીઓના મુખ્ય ઉદ્દેશ્યો એક નજરે

કંપની IPOમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ તેની પેટા કંપની એમફોર્સ મોબિલિટી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (ઇએમએસપીએલ) માટે હિમાચલ પ્રદેશમાં બડ્ડીમાં ઝારમાજરી ખાતે નવા પ્લાન્ટની સ્થાપના કરવા, કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા તથા કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાનો આશય ધરાવે છે. ઇએમએસપીએલ ઓટોમોટિવ અને એન્જિનિયરીંગ ઇન્ડસ્ટ્રી માટે રોટાવેટર બ્લેડ અને સ્ટીલ ફોર્જિંગનું ઉત્પાદન કરે છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે

પંચકુલામાં મુખ્યાલય ધરાવતી કંપની મુખ્ય ઓટોમોટિવ ડ્રાઇવટ્રેન પાર્ટ્સનું ઉત્પાદન કરે છે તથા તે ઉત્તર અમેરિકા અને એશિયા સહિત છ ખંડોમાં નિકાસ કરે છે. એમફોર્સ ડિફરેન્શિયલ હાઉસિંગ, ડિફરેન્શિયલ લોકર્સ, ડિફરેન્શિયલ કવર્સ, 4ડબલ્યુડી લોકિંગ હબ, સ્પિન્ડલ્સ, એક્સેલ અને શાફ્ટ, ગિયર શિફ્ટર્સ, યોકર્સ, ડિફરેન્શિયલ સ્પૂલ્સ, ડિફરેન્શિયલ ટુલ અને વિવિધ ડિફરેન્શિયલ ફોર્જ્ડ-કાસ્ટ પાર્ટ્સ કે જે મુખ્યત્વે 4-વ્હીલ ડ્રાઇવ અને પર્ફોર્મન્સ રેસિંગ વ્હીકલ માટે ઉત્પાદન કરે છે. એમફોર્સ હિમાચલ પ્રદેશમાં બડ્ડી ખાતે 9,962 ચોરસ મીટરમાં ફેલાયેલો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું સંચાલન કરે છે. એમફોર્સ ઓટોટેકની સ્થાપના ફર્સ્ટ-જનરેશન આંત્રપ્રિન્યોર અશોક મહેતાએ કરી હતી. ડિફરેન્શિયલ અને ડ્રાઇવટ્રેન પાર્ટ્સના ઉત્પાદનમાં 32 વર્ષથી વધુ સમૃદ્ધ અનુભવ ધરાવતા મહેતા કંપનીના વિઝન અને વૃદ્ધિની રણનીતિ નિર્ધારિત કરવામાં અગ્રેસર રહ્યાં છે.

કંપનીની નાણાકીય કામગીરીઃઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજરઃ
કંપનીએ વર્ષ 2023-24ના પ્રથમ સાત મહિનામાં રૂ. 46.45 કરોડની આવક અને રૂ. 5.11 કરોડનો પીએટી નોંધાવ્યો છે, જે અગાઉના વર્ષમાં સમાન ગાળામાં અનુક્રમે રૂ. 45.69 કરોડ અને પીએટી રૂ. 4.38 કરોડ હતો.કંપનીના લીડમેનેજર્સ તરીકે બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ અને રજિસ્ટ્રાર લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)