વેજલપુર સ્ટાર્ટ-અપ ફેસ્ટીવલમાં AVMAની પ્રતિભાઓ ઝળકી!
અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ અમદાવાદના વેજલપુરમાં વેજલપુર મતવિસ્તારના યુવા ધારાસભ્ય અમિત ઠાકરના નેતૃત્વ હેઠળ આયોજીત વેજલપુર સ્ટાર્ટ-અપ ફેસ્ટીવલ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન સહિત મહાનુભાવોએ સ્ટાર્ટઅપ આઈડિયાઝના પ્રદર્શનને નિહાળ્યું હતું. યુવાનો રોજગારવાંછુ નહીં પરંતુ રોજગારી આપતા થાય તેવા ઉમદા હેતુથી ‘વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ’નું આયોજન કરવામાં આવ્યું હતું. વોકલ ફોર લોકલની મુહિમ સાથે નવા સ્ટાર્ટઅપ્સથી સ્થાનિક યુવાધન ઈનોવેટીવ આઈડિયા માટે રોકાણ મેળવે છે, સ્થાનિક મેન્ટર તેમને ગાઇડ કરે છે. આ ખાસ કાર્યક્રમમાં લગભગ 4500થી વધુ યુવાનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ટેકનિકલ સેશન, સ્ટાર્ટઅપ પ્રદર્શન, વિવિધ મેન્ટર સાથે વાર્તાલાપનું પણ આયોજન કરાયું હતું.
યુવાનો ‘ન્યૂ-એજ વોટર’ નહીં, ‘ન્યૂ-એજ પાવર‘
AVMAની વિદ્યાર્થિનીઓ પ્રાચી વર્મા અને પ્રિયાંશી બાઈસે ઈનોવેટીવ ફૂટસ્ટેપ પાવર જનરેટર બનાવી તેનું પ્રદર્શન કર્યુ હતું. આ જનરેટરની ખાસીયત એ છે કે, તે ફૂટસ્ટેપને વિદ્યુત શક્તિમાં રૂપાંતરિત કરી શકે છે. તે ટકાઉ ઉર્જા ઉકેલો માટે પર્યાવરણ સંરક્ષણનું કાર્યક્ષમ અને વિશ્વસનીય માધ્યમ બની શકે છે. આ સ્ટાર્ટ-અપ ફેસ્ટિવલમાં AVMA નવીન ઉર્જા જનરેશન આઈડિયાના સૌથી યુવા પિચર્સ તરીકે ઉભરી આવ્યા હતા. વિદ્યાર્થીઓને બિરદાવતા મુખ્યપ્રધાને યુવાનોને “ન્યૂ-એજ વોટર” નહીં પણ “ન્યૂ-એજ પાવર” ગણાવ્યા હતા. સહભાગી સ્ટાર્ટ-અપ્સ પિચર્સને સર્ટિફિકેટથી નવાજવામાં આવ્યા હતા.
ફૂટસ્ટેપ પાવર જનરેટરના લાભોની વાત કરીએ તો, તે રિન્યુએબલ એનર્જી ઉકેલો અને ટકાઉ વિકાસના પ્રયત્નોમાં મૂલ્યવાન યોગદાન આપે છે. સ્પ્રિંગ મિકેનિઝમ ફૂટસ્ટેપ સાયકલથી તેની કામગીરી નિયંત્રિત કરી શકાય છે. વળી મજબૂત અને કાર્યક્ષમ ડિઝાઇનને કારણે તેનો ઓપરેશનલ ખર્ચ ઓછો અને ન્યૂનતમ જાળવણીની જરૂર પડે છે. ખર્ચાળ અને પરંપરાગત ઉર્જા સ્ત્રોતો પરની નિર્ભરતામાં ઘટાડો તેને કોસ્ટ ઈફેકટીવ બનાવે છે. ગ્રીન એનર્જી પર્યાવરણ સંરક્ષણમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. વળી તેનો ઉપયોગ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સર્વત્ર થઈ શકે છે. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા હેઠળ NABET દ્વારા માન્યતા પ્રાપ્ત અમદાવાદની પ્રથમ ખાનગી શાળા AVMA કેટલીય પ્રવૃત્તિઓના માધ્યમથી બાળકો અને સમાજમાં હકારાત્મક બદલાવ લાવવા પ્રયત્નશીલ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)