અમદાવાદ, 22 ડિસેમ્બર: ઓટો લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (ઓટો LPG)ના ડિસ્ટ્રિબ્યુશન અને રિટેઇલિંગમાં કાર્યરત વડોદરાની એક્સિઓમ ગેસ એન્જિનિયરીંગ લિમિટેડે તેના પ્રસ્તાવિત જાહેર ભરણા (IPO) માટે NSE ઇમર્જ પાસેથી મંજૂરી મેળવી છે.

કંપનીએ સપ્ટેમ્બર 2025માં એનએસઇ ઇમર્જ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે અને હાલમાં રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ અને NSE ઇમર્જ સાથે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) ફાઇલ કરવાની પ્રક્રિયામાં છે.

IPOમાં બુક-બિલ્ડિંગ દ્વારા પ્રતિ શેર રૂ. 5ની મૂળ કિંમતના 94,92,000 ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. SKI કેપિટલ સર્વિસિસ લિમિટેડ ઓફરના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર અને કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ રજિસ્ટ્રાર છે.

એક્સિઓમ ગેસ એન્જિનિયરીંગ લિમિટેડ ઓટો એલપીજી ડિસ્પેન્સિંગ સ્ટેશન (ALDS)ના નેટવર્ક દ્વારા ઓટો LPGના ડિસ્ટ્રિબ્યુશન અને રિટેઇલિંગના બિઝનેસમાં કાર્યરત છે. રિટેઇલ આઉટલેટ ઉપરાંત કંપનીએ ઓટો LPGના ડિસ્ટ્રિબ્યુશન અને સપ્લાયને સપોર્ટ કરવા માટે સ્ટોરેજ અને સંલગ્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાની સ્થાપના કરી છે.

DRHP મૂજબ કંપની IPOમાંથી પ્રાપ્ત ભંડોળના આશરે રૂ. 27 કરોડ મૂડી ખર્ચની જરૂરિયાતોને પૂર્ણ કરવા તથા રૂ. 7 કરોડ કંપનીના ઋણના પ્રી-પેમેન્ટ અથવા રિપેમેન્ટ માટે કરવાની દરખાસ્ત છે. કંપની બાકીની રકમનો ઉપયોગ કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે અને ઇશ્યૂ ખર્ચ માટે કરશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)