એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે ક્રિસિલ IBX SDL જૂન 2034 ડેટ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું
બેન્ચમાર્કઃ | ક્રિસિલ IBX SDL ઈન્ડેક્સ: જૂન 2034 |
મેચ્યોરિટી તારીખ | 30 જૂન, 2034 |
NFO | તા. 4 માર્ચથી 12 માર્ચ |
લઘુતમ રોકાણઃ | રૂ.5000 અને રૂ. 1ના ગુણાંકમાં |
એક્ઝિટ લોડઃ | શૂન્ય |
મુંબઈ, 4 માર્ચ: ભારતના સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસીસ પૈકીના એક એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે તેમની નવી ફંડ ઓફર એક્સિસ ક્રિસિલ આઈબીએક્સ એસડીએલ જૂન 2034 ડેટ ઈન્ડેક્સ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન એન્ડેડ ટાર્ગેટ મેચ્યોરિટી ઇન્ડેક્સ ફંડ છે જે ક્રિસિલ આઈબીએક્સ એસડીએલ ઇન્ડેક્સ – જૂન 2034ના ઘટકોમાં રોકાણ કરે છે જે એકંદરે વધુ વ્યાજ દરનુ જોખમ તથા એકંદરે ઓછું ધિરાણ જોખમ ધરાવે છે. નવું ફંડ ક્રિસિલ આઈબીએક્સ એસડીએલ ઈન્ડેક્સ જૂન 2034ને ટ્રેક કરશે. લઘુતમ રોકાણની રકમ રૂ. 5,000 છે અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં રોકાણ થઈ શકશે. આ સ્કીમમાં કોઈ લાગુપાત્ર એક્ઝિટ લોડ નથી.
એક્સિસ ક્રિસિલ આઈબીએક્સ એસડીએલ જૂન 2034 ડેટ ઈન્ડેક્સ ફંડઃ સ્કીમના રોકાણનો હેતુ ખર્ચ પહેલા ક્રિસિલ આઈબીએક્સ એસડીએલ ઈન્ડેક્સ – જૂન 2034 દ્વારા રજૂ થતી સિક્યોરિટીઝના કુલ વળતર મુજબ રોકાણ વળતર પૂરા પાડવાનો છે જે ટ્રેકિંગ ભૂલોને આધીન છે.
એક્સિસ ક્રિસિલ આઈબીએક્સ એસડીએલ જૂન 2034 ડેટ ઇન્ડેક્સ ફંડ એ પેસિવલી મેનેજ્ડ ઇન્ડેક્સ ફંડ છે જે ક્રિસિલ આઈબીએક્સ એસડીએલ ઈન્ડેક્સ – જૂન 2034ના પર્ફોર્મન્સને ટ્રેક કરવા માટે ડિઝાઈન કરાયેલા રોકાણ અભિગમને લાગુ કરશે. આ સ્કીમ સંપૂર્ણપણે ઇન્ડેક્સને અનુસરશે.
એક્સિસ એએમસીના એમડી અને સીઈઓ બી. ગોપકુમારે જણાવ્યું હતું કે પોર્ટફોલિયોના તત્વો મેચ્યોરિટી પ્રોફાઈલ તથા સિક્યોરિટીઝના પ્રકારના સંદર્ભે જે-તે ઇન્ડેક્સની એકંદરે, મુખ્ય લાક્ષણિકતાઓ ધરાવે છે. આ ઉપરાંત ટાર્ગેટ મેચ્યોરિટી સ્ટ્રેટેજીની હેલ્ડ ટુ મેચ્યોરિટી પ્રકૃતિનો ઉદ્દેશ ફંડના કાર્યકાળ સુધી રોકાણ ચાલુ રાખવા માંગતા રોકાણકારો માટે રોકાણગાળાનું જોખમ ઘટાડવાનો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)