AXIS MUTUAL FUND એ એક્સિસ નિફ્ટી500 ક્વોલિટી 50 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું
અમદાવાદ, 21 ઓગસ્ટઃ એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ નિફ્ટી500 ક્વોલિટી 50 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યાની આજે જાહેરાત કરી હતી. આ નિફ્ટી500 ક્વોલિટી 50 ટીઆરઆઈને ટ્રેક કરતું ઓપન-એન્ડેડ ઇન્ડેક્સ ફંડ છે. આ ફંડ કાર્તિક કુમાર અને હિતેશ દાસ (ફંડ મેનેજર્સ) દ્વારા મેનેજ કરવામાં આવશે.
એક્સિસ નિફ્ટી500 ક્વોલિટી 50 ઇન્ડેક્સ ફંડ એ રોકાણકારોને નિફ્ટી 500 કંપનીઓમાંથી કાળજીપૂર્વક પસંદ કરાયેલી ભારતની ઉચ્ચ ગુણવત્તાવાળી 50 કંપનીઓમાં રોકાણ કરવાનો સરળ, પારદર્શક અને કિફાયતી માર્ગ પૂરો પાડવા માટે બનાવવામાં આવ્યું છે. નિફ્ટી500 ક્વોલિટી 50 ઇન્ડેક્સ સ્ટોક પસંદ કરવાની પ્રક્રિયામાં માનવીય પૂર્વગ્રહ દૂર કરે તેવી શિસ્તબદ્ધ, નિયમ આધારિત મેથડોલોજી સાથે ઇક્વિટી પર ઉચ્ચ વળતર, ઓછું નાણાંકીય લિવરેજ અને સ્થિર આવક વૃદ્ધિ જેવા પરિબળોના આધારે તેમાં સમાવિષ્ટ કંપનીઓ પસંદ કરે છે.
નિફ્ટી500 ક્વોલિટી 50 ઇન્ડેક્સે અસ્થિરતાના સમયગાળા દરમિયાન ઘટાડા તરફી વધુ સારી સુરક્ષા પૂરી પાડીને વ્યાપક બજારને મ્હાત કરવાની ક્ષમતા દર્શાવી છે. વૈશ્વિક નાણાંકીય કટોકટી અને કોવિડ-19 વખતે થયેલા બજારના કડાકા જેવા મોટા કરેક્શનના સમયે આ ઇન્ડેક્સે ખૂબ જ નાનો ઘટાડો નોંધાવ્યો હતો અને નિફ્ટી 50 કરતાં વધુ ઝડપથી રિકવરી મેળવી હતી. જુલાઈ 2025ના અંતે 15 વર્ષના ગાળામાં તેણે લાંબા ગાળે ઓછી અસ્થિરતા સાથે નિફ્ટી 50ના 12.1 ટકાની સરખામણીએ 15.6 ટકાનો સીએજીઆર નોંધાવ્યો હતો. સ્થિતિસ્થાપકતા અને સ્પર્ધાત્મક વળતરનું આ મિશ્રણ તેને લાંબા ગાળે સંપત્તિ સર્જન માટે રસપ્રદ વિકલ્પ બનાવે છે.
નિફ્ટી500 ક્વોલિટી 50 ઇન્ડેક્સ ફંડની મુખ્ય ખાસિયતોઃ
એક્સિસ નિફ્ટી500 ક્વોલિટી 50 ઇન્ડેક્સ ફંડ શિસ્તબદ્ધ, નિયમો-આધારિત પદ્ધતિનો ઉપયોગ કરીને વ્યાપક નિફ્ટી 500 યુનિવર્સમાંથી પસંદ કરાયેલી ઉચ્ચ-ગુણવત્તાવાળી કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની લાક્ષણિકતા ધરાવે છે. આ ફંડ મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતી કંપનીઓ પર ભાર મૂકે છે, ખાસ કરીને જે કંપનીઓ ઇક્વિટી પર ઉચ્ચ વળતર, ઓછું નાણાંકીય લીવરેજ અને છેલ્લા પાંચ વર્ષમાં સ્થિર કમાણી વૃદ્ધિ દર્શાવે છે. વધુમાં, ફંડ લાર્જ, મીડ અને સ્મોલ કેપ્સ તેમજ વિવિધ ક્ષેત્રોમાં વૈવિધ્યસભર એક્સપોઝર ઓફર કરે છે, જે કોન્સન્ટ્રેશનનું જોખમ ઘટાડે છે.
કિફાયતી, પારદર્શક અને સિસ્ટમેટિક રોકાણ અભિગમ સાથે, આ ફંડનો ઉદ્દેશ્ય વ્યાપક બજાર સૂચકાંકોની તુલનામાં ઓછી અસ્થિરતા સાથે લાંબા ગાળાની સંપત્તિ સર્જન પ્રદાન કરવાનો છે. તે અર્ધ-વાર્ષિક રીતે રિબેલેન્સ થાય છે અને સંતુલિત પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે મહત્તમ સ્ટોક વેઇટ કેપ જાળવી રાખે છે. એનએફઓ દરમિયાન લઘુત્તમ રોકાણ રૂ. 100 છે, જે તેને વિશાળ શ્રેણીના રોકાણકારો માટે સુલભ બનાવે છે.
ન્યૂ ફંડ ઓફર (NFO) 21 ઓગસ્ટ, 2025થી 4 સપ્ટેમ્બર, 2025 સુધી સબ્સ્ક્રીપ્શન માટે ખુલ્લો રહેશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)