બેંક ઓફ ઈન્ડિયાનો નફો 10% વધી રૂ.1703 કરોડ
મુંબઈ, 5 ઓગસ્ટ:બેંક ઓફ ઈન્ડિયાએ નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળા માટે તેના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 10 ટકાનો વધારો નોંધાવ્યો છે અને તે રૂ. 1,703 કરોડે રહ્યો છે જેની સામે નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો રૂ. 1,551 કરોડ હતો. ઓપરેટિંગ નફો રૂ. 3,677 કરોડ હતો જે નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 3,752 કરોડ હતો.જૂન, 2023માં એસેટ ક્વોલિટી રૂ. 8,118 કરોડ હતી જે વાર્ષિક ધોરણે 30 ટકા વધીને જૂન, 2024માં રૂ. 5,702 કરોડ થઈ હતી. જૂન, 2023માં ગ્લોબલ બિઝનેસ રૂ. 12,14,808 કરોડથી વાર્ષિક ધોરણે 12.34 ટકા વધીને જૂન, 2024માં રૂ. 13,64,660 કરોડ થયો હતો.
નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ (એનઆઈઆઈ) રૂ. 6,275 કરોડ થઈ હતી જે નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 5,915 કરોડથી વાર્ષિક ધોરણે 6 ટકા વધુ હતી. 30 જૂન, 2023માં બેંકનો ટોટલ કેપિટલ એડેક્વસી રેશિયો (સીઆરએઆર) 15.60 ટકા હતો જે 30 જૂન, 2024માં 58 બેસિસ પોઇન્ટ્સ વધીને 16.18 ટકા થયો હતો. આરએએમ એડવાન્સીસ વાર્ષિક ધોરણે 18.78 ટકા વધીને રૂ. 2,84,646 કરોડ રહ્યા હતા જે જૂન, 2024માં એડવાન્સીસના 56.01 ટકા હતા.
જૂન, 2024માં રિટેલ ક્રેડિટ વાર્ષિક ધોરણે 20.46 ટકા વધીને રૂ. 1,15,183 કરોડ થઈ હતી. એગ્રીકલ્ચર ક્રેડિટ વાર્ષિક ધોરણે 22.18 ટકા વધી હતી. એમએસએમઈ ક્રેડિટ વાર્ષિક ધોરણે 13.06 ટકા વધી હતી. ડોમેસ્ટિક CASA જૂન, 2023માં રૂ. 2,60,615 કરોડ હતી તે વાર્ષિક ધોરણે 5.51 ટકા વધીને જૂન, 2024માં રૂ. 2,74,973 કરોડ થઈ હતી અને CASA રેશિયો 42.68 ટકા રહ્યો હતો. બેંકે નાણાંકીય વર્ષ 2024-25ના પહેલા ત્રિમાસિક ગાળા દરમિયાન પ્રધાન મંત્રી જન ધન યોજના હેઠળ નવા 3.78 લાખ ખાતા ખોલ્યા છે.30 જૂન, 2024ના રોજ બેંકની 5,155 સ્થાનિક શાખાઓ છે.