મુંબઇ,16 જુલાઇ,2025 : ભારતી એક્સા લાઇફ ઇન્શ્યોરન્સે આજે તેની નવી ફ્લેગશીપ ઓફરિંગ ભારતી એક્સા લાઇફ ગેરંટેડ બચત પ્લાન લોંચ કર્યાંની જાહેરાત કરી છે. આ પ્લાન મધ્યમ આવક ધરાવતા ભારતીયો માટે વિશેષરૂપે ડિઝાઇન કરાયો છે કે જેઓ તેમના પરિવારની સુરક્ષાની સાથે-સાથે બચત કરવા માટે એક સરળ છતાં વિશ્વસનીય ઉકેલ શોધી રહ્યા છે.

ભારતી એક્સા લાઇફ ગેરંટેડ બચત યોજના એક મજબૂત ખાતરી સાથે ડિઝાઇન કરાયું છે, “પ્રોટેક્શન ભી, બચત ભી.” તે ગ્રાહકોને તેમના વાર્ષિક પ્રીમિયમના 30 ગણા (અને રાઇડર્સ સાથે 50 ગણા સુધી) સુધીનું જીવન કવચ આપે છે, જેની સાથે ગેરંટેડ રિટર્ન પણ મળે છે. આ વિશેષતાઓથી સમગ્ર ભારતના યુવા પ્રોફેશનલ્સ, બિઝનેસ માલિકો, પગારદાર વ્યક્તિઓ અને પરિવારો માટે તે ઉપર્યુક્ત પ્લાન છે કે જેઓ શિસ્તબદ્ધ, ચિંતા-મુક્ત નાણાકીય આયોજન કરવા ઇચ્છુક છે.

ભારતી એક્સા લાઇફ ગેરંટેડ બચત પ્લાનની ખાસિયતોઃ

  • ઉચ્ચ સુરક્ષાઃ પ્રથમ દિવસથી જ તમારા વાર્ષિક પ્રીમિયમના 30 ગણા સુધીનું જીવન વીમા કવરેજ (રાઇડર વિકલ્પો સાથે 50 ગણા સુધી વધી શકે છે).
  • ગેરંટેડ રિટર્નઃ ગ્રાહકોને ખાતરીપૂર્વક લાભો મળે છે, જે તેમને ભવિષ્યના લક્ષ્યો માટે વિશ્વાસપૂર્વક બચત કરવામાં મદદ કરે છે.
  • ફ્લેક્સિબલ પેઆઉટ વિકલ્પોઃ તમારી જરૂરિયાતોના આધારે તમારા લાભોને એક સાથે અથવા નિયમિત આવક તરીકે પ્રાપ્ત કરવાનું પસંદ કરો.
  • વૈકલ્પિક રાઇડર્સ: આકસ્મિક મૃત્યુ, ગંભીર બીમારી, હોસ્પી-કેશ અને પ્રીમિયમ માફી જેવા બહુવિધ રાઇડર સંયોજનો સાથે તમારી સુરક્ષામાં વધારો કરો.
  • કર લાભો: આવકવેરા કાયદા, 1961 હેઠળ પ્રવર્તમાન કર કાયદા મૂજબ.

ભારતી એક્સા લાઇફ ગેરંટેડ બચત યોજના (UIN: 130N144V01) એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ વ્યક્તિગત બચત જીવન વીમા યોજના છે, જે ગ્રાહકોને તેમની બચત પર સંપૂર્ણ નિયંત્રણ આપવા માટે બનાવવામાં આવી છે. ગ્રાહકો તેમની જરૂરિયાતોને અનુરૂપ તેમની પોલિસી મુદત, પ્રીમિયમ ચુકવણી મુદત, બેનિફિટ પેઆઉટ વિકલ્પ અને રાઇડર કવરેજને કસ્ટમાઇઝ કરી શકે છે.

આ પ્લાન ભારતી એક્સા લાઇફના ભારતની સેવા કરવાના મિશનમાં એક મોટું પગલું છે, જે સમજવામાં સરળ, ખરીદવામાં સરળ અને વાસ્તવિક નાણાકીય જરૂરિયાતો માટે ડિઝાઇન કરાયેલી પ્રોડક્ટ્સ સાથે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)