અમદાવાદ, 12 ઓગસ્ટ: એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ (AAC) બ્લોક્સ અને પેનલ્સના સૌથી મોટા ઉત્પાદકોમાંના એક, બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે નાણાકીય વર્ષ 2025-26ના Q1 માટે ઓપરેશન્સમાંથી રૂ. 56.36 કરોડની કોન્સોલિડેટેડ રેવન્યુ નોંધાવી છે, જે નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઓપરેશન્સમાંથી રૂ. 51.57 કરોડની રેવન્યુ હતી. આ વાર્ષિક ધોરણે 9.3%ની વૃદ્ધિ દર્શાવે છે. Q1 FY2025-26 માટે એબિટા રૂ. 1.29 કરોડ રહ્યો છે.

નાણાકીય વર્ષ 25 દરમિયાન, કંપનીએ રૂ. 3.2 કરોડનો ચોખ્ખો નફો, રૂ. 224.6 કરોડ કામગીરીમાંથી આવક અને રૂ. 29.2 કરોડનો એબિટા નોંધાવ્યો હતો. આની સાથે જૂન 2025 સુધીમાં પ્રમોટર ગ્રુપ હોલ્ડિંગ 72.67% છે.

બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ 2015માં સ્થાપિત એએસી બ્લોક સ્પેસમાં સૌથી મોટી અને એકમાત્ર લિસ્ટેડ કંપનીઓમાંની એક છે, જેની સ્થાપના ગુજરાત (ખેડા, ઉમરગાંવ, કપડવંજ) અને મહારાષ્ટ્ર (વાડા)માં આવેલા પ્લાન્ટ્સમાં વાર્ષિક 1.3 મિલિયન ક્યુબિક મીટરની ક્ષમતા સાથે કરવામાં આવી છે. કંપનીએ તાજેતરમાં મધ્યપ્રદેશના ઇન્દોરમાં એએસી બ્લોક્સ માટે ભારતની સૌથી મોટી ગ્રીન ફિલ્ડ સુવિધા સ્થાપિત કરવા માટે ઠાસરા ખાતે આશરે 57,500 ચોરસ મીટર જમીન ખરીદી છે. બિગબ્લોક કન્સ્ટ્રક્શન્સ લિમિટેડ એએસી ઈન્ડસ્ટ્રીમાં કાર્બન ક્રેડિટ જનરેટ કરતી બહુ ઓછી કંપનીઓમાંની એક છે.

બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના ચેરમેન નારાયણ સાબૂએ જણાવ્યું કે, “એએસી બ્લોક ઈન્ડસ્ટ્રી શોર્ટ ટર્મ ચેલેન્જિસનો સામનો કરી રહી છે, જેમાં બ્લોકના ભાવમાં ઘટાડો અને ભારતના કંસ્ટ્રક્શન સેક્ટરમાં ચાલી રહેલી મંદીનો સમાવેશ થાય છે. આ બધા જ પરિબળોએ કંપનીના પરિણામો પર પણ અસર કરી છે. આગળ જતાં અમે ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો, સ્ટ્રેટેજિક એક્સપાન્શન તેમજ નવા પ્રોડક્ટ લોન્ચ અને વેલ્યુ  એડિશન પર ધ્યાન કેન્દ્રિત કરીને મજબૂત રીતે બાઉન્સ બેક કરવાનો વિશ્વાસ રાખીએ છીએ. મધ્યપ્રદેશના ઇન્દોરમાં ભારતની સૌથી મોટી ગ્રીનફિલ્ડ એએસી બ્લોક ફેસિલિટી સ્થાપવા સહિત ઓન ગોઈંગ એક્સપાન્શન પ્લાન્સ, ભવિષ્ય માટે અમને મજબૂત સ્થાન આપે છે અને ક્ષેત્રમાં અમારા નેતૃત્વને મજબૂત બનાવે છે. અમે હિસ્સેદારો માટે ઈન્નોવેશન, વેલ્યુ ક્રિએશન અને ગ્લોબલ ESG સ્ટાન્ડર્ડ સાથે અમારા સંચાલનને સંરેખિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”

કંપનીએ તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, બિગબ્લોક બિલ્ડિંગ એલિમેન્ટ્સ હેઠળ તેની વાડા ફેસેલિટીના ફેઝ 2 વિસ્તરણને પૂર્ણ કર્યું. આ વિસ્તરણ સાથે, બિગબ્લોકની કુલ સ્થાપિત ક્ષમતા વાર્ષિક 13 લાખ ક્યુબિક મીટર સુધી પહોંચી ગઈ, જે તેને દેશના સૌથી મોટા AAC બ્લોક ઉત્પાદકોમાં સ્થાન આપે છે.

બિગબ્લોક અને તેની પેટાકંપનીઓમાં કુલ સ્થાપિત સૌર ઉર્જા ક્ષમતા હવે 2,375 kW છે. આ પહેલ સાથે, કંપની હવે નવીનીકરણીય ઉર્જા દ્વારા તેની લગભગ 22% વીજળી જરૂરિયાતો પૂરી કરી રહી છે, જેનાથી કામગીરી તેના લાંબા ગાળાના ESG લક્ષ્યો સાથે અલાઈન થઈ રહી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)