બ્લેકરોક, એડીઆઈએ, ડોમેસ્ટિક ફંડ્સે વેદાંતામાં હિસ્સો વધાર્યો
મુંબઇ, 9 એપ્રિલઃ એસેટ મેનેજર બ્લેકરોક તથા અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી તેમજ આઈસીઆઈસીઆઈ મ્યુચ્યુઅલ ફંડ અને નિપ્પોન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ જેવા સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સે છેલ્લા ચાર મહિનામાં વેદાંતામાં તેમનું હોલ્ડિંગ લગભગ બે ટકા વધાર્યું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)એ આ જ સમયગાળા દરમિયાન સમૂહમાં તેમનો હિસ્સો 1.2 ટકા વધાર્યો હતો. વેદાંતા નાણાંકીય વર્ષ 2024માં લગભગ 5 અબજ યુએસ ડોલરની એબિટા નોંધાવે તેવી શક્યતા છે (એપ્રિલ 2023થી માર્ચ 2024). આ જ પ્રકારે વેદાંતા ગ્રુપ આગામી નાણાંકીય વર્ષ (નાણાંકીય વર્ષ 2025)માં 6 અબજ યુએસ ડોલરના એબિટાનો અને સમગ્ર બિઝનેસીસમાં ઓપરેશનલ ઉત્કૃષ્ટતાના પગલે તેના પછીના વર્ષે 7-7.5 અબજ યુએસ ડોલર સુધી લઈ જવાનો અંદાજ ધરાવે છે.
ગત વર્ષે સપ્ટેમ્બરમાં વેદાંતાએ સંભવિત મૂલ્ય અનલોક કરવા માટે મેટલ્સ, પાવર, એલ્યુમિનિયમ અને ઓઈલ એન્ડ ગેસ બિઝનેસના ડિમર્જરની જાહેરાત કરી હતી. આ કવાયત પછી છ સ્વતંત્ર વર્ટિકલ્સ – વેદાંતા એલ્યુમિનિયમ, વેદાંતા ઓઈલ એન્ડ ગેસ, વેદાંતા પાવર, વેદાંતા સ્ટીલ એન્ડ ફેરસ મટિરિયલ્સ, વેદાંતા બેઝ મેટલ્સ અને વેદાંતા લિમિટેડની રચના થશે.
વેદાંતાના દરેક શેર માટે શેરધારકોને પાંચ નવી લિસ્ટેડ કંપનીઓના પ્રત્યેકના એક શેર મળશે. ડિમર્જર પછી હિંદુસ્તાન ઝિંકનો બિઝનેસ તથા ઇલેક્ટ્રોનિક બિઝનેસ વેદાંતા લિમિટેડ પાસે રહેશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)