માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 22417- 22371, રેઝિસ્ટન્સ 22519- 22575, ઇન્ટ્રા-ડે વોચઃ જિયો ફાઇનાન્સ, આરઇસી, સન ટીવી, ટાઇટન
અમદાવાદ, 2 એપ્રિલઃ નવા વર્ષની શરૂઆત બિઝનેસ ગુજરાતના અંદાજ અનુસાર તેજીમય ટોન સાથે થઇ છે. સેન્સેક્સ- નિફ્ટી-50એ ઐતિહાસિક ટોચ હાંસલ કરવા સાથે હાયર એન્ડ ઉપર દોજી કેન્ડલની રચના ડેઇલી ચાર્ટ ઉપર કરી છે. જે દર્શાવે છે કે નિફ્ટી માટેનું સપોર્ટ લેવલ 22200 સુધી ઉપર ગયું છે. તે ક્રોસ થવા સાથે તે મજબૂત ટેકાની સપાટી તરીકે વર્તી શકે છે. ઉપરમાં હવે 22800નું લેવલ મજબૂત રેઝિસ્ટન્સ ધ્યાનમાં રાખવાની અ નિફ્ટી માટે સપોર્ટ 22417- 22371, રેઝિસ્ટન્સ 22519- 22575 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીનો ડેઇલી રિસર્ચ રિપોર્ટ સલાહ આપે છે. GIFT નિફ્ટી 98 પોઈન્ટ અથવા 0.43 ટકાના ઘટાડા સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે નબળી શરૂઆત સૂચવે છે. નિફ્ટી ફ્યુચર 22,510ના સ્તરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.
સ્ટોક્સ ટૂ વોચઃ બ્લૂસ્ટાર, રેટગેઇન, આરઇસી, રિલાયન્સ, જિયોફાઇનાન્સ, હવેલ્સ, હિન્દઓઇલ, ઓએનજીસી, આઇઆરએફસી, ટાટામોટર્સ, ટાટાપાવર, એચએએલ, પ્રોટિન
સેક્ટર્સ ટૂ વોચઃ સિલેક્ટિવ ફાઇનાન્સ, ડિફેન્સ, ઓઇલ- એનર્જી, આઇટી.
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 47419- 47259, રેઝિસ્ટન્સ 47692- 47806
વૈશ્વિક શેરબજારોઃ યુએસમાં ઘટાડો એશિયામાં સુધારો
Dow અને S&P 500 સોમવારે નીચા સ્તરે હતા. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 240.52 પોઈન્ટ અથવા 0.60 ટકા ઘટીને 39,566.85 પર, એસએન્ડપી 500 10.58 પોઈન્ટ અથવા 0.20 ટકા ઘટીને 5,243.77 પર અને નાસ્ડેક કમ્પોઝીટ 17.37 ટકા અથવા 37.361 પોઈન્ટના સુધારા સાથે રહ્યા હતા. એશિયન બજારો શરૂઆતના કારોબારમાં નિક્કી 0.3 ટકાના ઉછાળા સાથે નજીવા લાભ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
II અને DII ડેટા
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ રૂ. 522.30 કરોડના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ એપ્રિલ 1 ના રોજ રૂ. 1,208.42 કરોડના શેરની ખરીદી કરી હતી, એમ NSEના કામચલાઉ ડેટા દર્શાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)