અમદાવાદ, 1 ઓક્ટોબરઃ બોનબ્લોક ટેક્નોલોજીસ લિમિટેડે કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ આઈપીઓ માટે ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઈલ કર્યું છે. નેકસ્ટ જનરેશન એઆઈ સંચાલિત ઈન્ટરનેટ ઓફ થિંગ્સ પ્રોડક્ટ્સ (IoT) અને SaaS સોલ્યુશન્સ પ્રદાન કરતી બોનબ્લોક  ટેકનોલોજીની સ્થાપના 2020માં થઈ હતી.

કંપનીનું પ્લેટફોર્મ ઈન્ટિગ્રેટ AI, મશીન લર્નિંગ (ML), બ્લોકચેઈન, અને IoTને યુનિફાઈડ આર્કિટેક્ચરમાં તબદીલ કરે છે. આ સંકલન જટિલ અને નિયમનકારી માહોલમાં સચોટ નિર્ણયો લેવા, આગાહીત્મક વિશ્લેષણ અને સ્વચાલિત પ્રતિભાવો આપવા સક્ષમ બનાવે છે.

કંપની બિઝનેસ-ટુ-બિઝનેસ (“B2B”) અને બિઝનેસ-ટુ-ગવર્નમેન્ટ (“B2G”) ડોમેન્સ બંનેને સેવા આપવા સક્ષમ છે. જે એન્ટરપ્રાઈઝિસ અને સરકારી સંસ્થાઓને એઆઈ-સંચાલિત સોલ્યુશન્સ પોતાના સ્તરે અપનાવવા સક્ષમ બનાવે છે. ટેક્નોલોજી આધારિત કંપની SaaS સોલ્યુશન્સ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સર્વિસિઝ પ્રદાન કરે છે. તેના સોલ્યુશન્સ બિઝનેસે એડવાન્સ્ડ ડિજિટલ ટુલ્સ મારફત માપી શકાય તેવા મૂલ્યો પ્રદાન કરવા સશક્ત બનાવે છે.

DRHP અનુસાર પ્રસ્તાવિત આઈપીઓમાં બોનબ્લોક Inc. ફ્રેશ ઈશ્યૂ મારફત રૂ. 230 કરોડ સુધીના ઈક્વિટી શેર્સ અને ઓફર ફોર સેલ (OFS) દ્વારા 3 કરોડ સુધીના ઈક્વિટી શેર્સ ઓફર કરશે. કંપનીના પ્રમોટર્સ કંપનીના પ્રમોટર્સ દુરાઈ અપ્પાદુરાઈ, સૌરીરાજન અને બોનબ્લોક ઇન્ક છે.

કંપનીની નાણાકીય વર્ષ 2022-23થી 2024-25 સુધીની કામગીરીમાંથી આવક વાર્ષિક ધોરણે 128.42 ટકા વધી છે. નાણાકીય વર્ષ 2024-25માં ચોખ્ખો નફો 32.31 ટકા, EBITDA માર્જિન 43.59 ટકા અને ROE 68.67 ટકા નોંધાયો હતો.

પેન્ટોમેથ કેપિટલ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ આ ઓફરની એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર્સ (BRLM) છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)