બલ્ક કોર્પ ઇન્ટરનેશનલને રૂ. 10.77 કરોડનો નિકાસ ઓર્ડર મળ્યો
અમદાવાદ, 22 સપ્ટેમ્બરઃ ફ્લેક્સિબલ ઇન્ટરમીડિયેટ બલ્ક કન્ટેનર્સ (એફઆઈબીસી)ની અગ્રણી ઉત્પાદક બલ્ક કોર્પ ઇન્ટરનેશનલ લિમિટેડે રૂ. 10.77 કરોડના મૂલ્યનો નિકાસ ઓર્ડર મેળવ્યો છે. બ્રાઝિલ સ્થિત મેસર્સ પેકેમ એસએ દ્વારા અપાયેલો આ ઓર્ડર બલ્ક કોર્પ માટે એક વ્યૂહાત્મક સીમાચિહ્ન છે. આ સાથે કંપની આંતરરાષ્ટ્રીય વ્યાપાર કામગીરીને વિસ્તારે છે.
આ રૂ. 10.77 કરોડનો સોદો ન કેવળ બલ્ક કોર્પની નિકાસન આવકોમાં વધારો કરે છે પરંતુ પેકેજિંગ ઉદ્યોગમાં અગ્રણી વૈશ્વિક કંપનીઓ સાથે સ્પર્ધા કરવાની તેની ક્ષમતા પણ દર્શાવે છે.
બલ્ક કોર્પે પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 19.79 લાખ ઇક્વિટી શેર ઇશ્યૂ કરીને તેના આઈપીઓમાં રૂ. 20.78 કરોડ એકત્રિત કર્યા હતા. પબ્લિક ઇશ્યૂની આવકનો ઉપયોગ કંપનીની વિસ્તરણ યોજનાઓને ભંડોળ પૂરું પાડવા માટે કરવામાં આવશે, જેમાં કેપ્ટિવ સોલર પાવર પ્લાન્ટ ઊભો કરવામાટે મૂડી ખર્ચ, કાર્યશીલ મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા, સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે અને ઇશ્યૂ સંબંધિત ખર્ચ માટે કરવામાં આવશે.
માર્ચ, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2023-24 માટે કંપનીએ રૂ. 3.56 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 46.50 કરોડની કુલ આવક નોંધાવી હતી જેની સામે નાણાંકીય વર્ષ 2022-23ના સમાન ગાળામાં ચોખ્ખો નફો રૂ. 1.21 કરોડ અને કુલ આવકો રૂ. 38.95 કરોડ રહી હતી. માર્ચ, 2024 સુધીમાં કંપનીની નેટવર્થ રૂ. 9.34 કરોડ, રિઝર્વ્સ અને સરપ્લસ રૂ. 3.80 કરોડ અને કુલ સંપત્તિ રૂ. 32.36 કરોડ નોંધાઈ હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)