દુબઈ, યુએઇ / બેંગલુરુ 20 ફેબ્રુઆરી: રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડની આઇકોનિક બેવરેજ બ્રાન્ડ, કેમ્પા સાથે એક્સક્લુઝિવ ઈ-કોમર્સ ભાગીદારીની યુએઈ સ્થિત ‘નૂન મિનિટ્સ’ દ્વારા ઘોષણા કરાઈ છે. ગુલ્ફફૂડ 2025માં સફળ પદાર્પણ કર્યા બાદ, હવે કેમ્પા કોલા સમગ્ર યુએઇમાં નૂન મિનિટ્સ થકી એક્સક્લુઝિવલી ઉપલબ્ધ છે, જેનાથી મિનિટોમાં ડિલિવરી સાથે સીમલેસ ઓનલાઈન ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરાય છે.નૂનના ચીફ ઓફ સ્ટાફ, અલી કાફિલ-હુસૈને જણાવ્યું કે, “નૂન મિનિટ્સ ખાતે ટોપ બ્રાન્ડ્સ માટે પહેલવહેલું ડેસ્ટિનેશન બન્યાનો અમને ગર્વ છે, જેના થકી ઉપભોક્તાઓને તેમની મનપસંદ પ્રોડક્ટ્સ સુધી તુરત પહોંચ પૂરી પાડવામાં આવે છે. પોતાની આઇકોનિક લેગસી સાથે કેમ્પા કોલા અમારા પોર્ટફોલિયોમાં એક પરફેક્ટ ઉમેરો છે. અમે અમારા ઉપભોક્તાઓની અપેક્ષા મુજબની ઝડપ અને સુલભતા સાથે યુએઈમાં આ પ્રિય બેવરેજ લાવવા માટે ઉત્સાહિત છીએ. આ ભાગીદારી એક મુખ્ય સીમાચિન્હ સ્થાપિત કરે છે.”

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના સીઓઓ, કેતન મોદીએ જણાવ્યું કે, “અમે યુએઇમાં અમારી ઉપસ્થિતિને વિસ્તારવાનું જારી રાખી રહ્યા છીએ તેમ-તેમ વધુને વધુ ગ્રાહકો સુધી પહોંચવાની અમારી વ્યૂહરચનામાં ઈ-કોમર્સ ભૂમિકા મહત્ત્વની બની રહી છે. ઇનોવેશન અને તીવ્રતમ લોજિસ્ટિક્સ માળખા માટે નૂનની પ્રતિષ્ઠા જ તેને સમગ્ર યુએઈમાં કેમ્પાની સંપૂર્ણ રેન્જને ઉપભોક્તાઓ સુધી પહોંચાડવા એક સર્વોત્તમ ભાગીદાર બનાવે છે. આ બ્રાન્ડ તેના ડિજિટલ ફૂટપ્રિન્ટ વિસ્તારી રહી છે તેમ તેમ તેની સતત જારી રહેલી સફળતાને જોવા અમે આતુર છીએ.”

આ એક્સક્લુઝીવ ઈ-કોમર્સ ભાગીદારી થકી ગ્રાહકોને કેમ્પા કોલા, કેમ્પા લેમન અને કેમ્પા ઓરેન્જ સહિત – નૂન મિનિટ્સ પર ઉપલબ્ધ કેમ્પાની પ્રોડક્ટ્સ ખરીદવાની સુગમતા કરી આપે છે – આ ઉત્પાદનો નૂન સુપરએપ પર ઉપલબ્ધ છે. સમગ્ર યુએઇમાં 15 મિનિટ કે તેથી ઓછા સમયમાં ઓર્ડર પહોંચાડવામાં આવશે, જેનાથી ઝડપી અને સરળ શોપિંગની અનુભૂતિને સુનિશ્ચિત કરાશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)