કેમ્પસે અમદાવાદમાં નવા સ્ટોર લોંચ સાથે ગુજરાતમાં રિટેઇલ ઉપસ્થિતિનું વિસ્તરણ કર્યું
અમદાવાદ, 21 જુલાઈઃ ભારતની અગ્રણી સ્પોર્ટ્સ અને એથ્લેઝર ફૂટવેર બ્રાન્ડ પૈકીની એક કેમ્પસે અમદાવાદ*માં તેના નવા સ્ટોરની શરૂઆત કરીને ગુજરાતમાં રિટેઇલ ઉપસ્થિતિને મજબૂત કરી છે. આ વ્યૂહાત્મક વિસ્તરણ ગ્રાહક સુધીની પહોંચમાં વધારો કરવાની તથા બેજોડ ઓમ્ની-ચેનલ અનુભવ ડિલિવર કરવાની બ્રાન્ટની કટીબદ્ધતા સાથે સુસંગત છે.
આ નવો સ્ટોર 695 ચોરસફૂટમાં ફેલાયેલો છે, જે પુરુષો અને મહિલાઓ બંન્ને માટે સ્ટાઇલિશ અને ફંક્શનલ ફૂટવેર સહિત કેમ્પસના નવીનતમ કલેક્શનને રજૂ કરે છે. અહીં ગ્રાહકો સ્નીકર્સ, પર્ફોર્મન્સ શુઝ તેમજ બેટમેન અને સુપરમેન જેવાં જાણીતા પાત્રોથી પ્રેરિત એક્સક્લુઝિવ વોર્નર બ્રધર્સ કલેક્શનની મર્યાદિત આવૃત્તિ સાથે વૈવિધ્યસભર શ્રેણી જોઇ શકે છે. આ લોંચની ઉજવણી કરવા તથા મૂલ્ય-આધારિત ખરીદીનો અનુભવ સુનિશ્ચિત કરવા માટે કેમ્પસે ફ્લેટ 40 ટકા છૂટ ઓફર કરી રહ્યું છે. આ આકર્ષક ઓફર ગ્રાહકોને બ્રાન્ડના હાઇ-ક્વોલિટી અને ઓન-ટ્રેન્ડ, ફેશનેબલ ફૂટવરનો અનુભવ કરવાની ઉત્તમ તક આપે છે.

આ સ્ટોરના ઉમેરા સાથે હવે કેમ્પસ દેશભરમાં 294 એક્સક્લુઝિવ રિટેઇલ આઉટલેટ્સનું સંચાલન કરે છે, જે બ્રાન્ડની ઝડપી અને વ્યૂહાત્મક વૃદ્ધિ દર્શાવે છે. અગ્રણી માર્કેટમાં તાજેતરમાં સ્ટોરના પ્રારંભથી બ્રાન્ડની પહોંચમાં નોંધપાત્ર વધારો થયો છે તથા ગ્રાહકોના વિશાળ આધારની સુવિધા વધી છે.
ગ્રાહકો તમામ દિવસ સ્ટોરની મુલાકાત લઇ શકે છે. કેમ્પસના શુઝ www.campusshoes.com ઉપર તથા ઇ-કોમર્સ ફેશન અને માર્કેટ પ્લેસ ઉપર પણ ઉપલબ્ધ છે. *સરનામુઃ ગ્રાઉન્ડ ફ્લોર, શોપ નં. 22, આમ્રકુંજ અરસ્તુ, ઔડા લેકની સામે, ત્રાગડ રોડ, ચાંદખેડા, અમદાવાદ, ગુજરાત
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
