આઇપીઓ ખૂલશે20 ડિસેમ્બર
આઇપીઓ બંધ થશે24 ડિસેમ્બર
ફેસ વેલ્યૂરૂ.10
પ્રાઇસ બેન્ડરૂ.668-704
લોટ સાઇઝ21 શેર્સ
લિસ્ટિંગબીએસઇ, એનએસઇ

અમદાવાદ, 20 ડિસેમ્બર:  Carraro India લિમિટેડ તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 10/- ની મૂળ કિંમત ધરાવતા પ્રત્યેક ઈક્વિટી શૅર માટે શૅર દીઠ રૂ. 668/- થી રૂ. 704/- ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપનીની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, ડિસેમ્બર 20, 2024, સબસ્ક્રિપ્શન માટે ખૂલશે અને મંગળવાર, 24 ડિસેમ્બર, 2024 ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 21 ઇક્વિટી શેર્સ માટે બિડ કરી શકે છે અને ત્યારબાદ 21 ઇક્વિટી શેરના ગુણાંકમા કરવાની રહેશે. IPO સંપૂર્ણ રીતે Carraro International S.E. દ્વારા રૂ. 1,250 કરોડ સુધીની ઓફર ફોર સેલનો છે. આ ઈશ્યૂમાં ફ્રેશ ઈશ્યૂ સામેલ નથી.

કંપનીની કામગીરી અને ઇતિહાસ

1997માં સ્થપાયેલ, Carraro S.p.A ની પેટાકંપની, Carraro Indiaએ 1999માં ટ્રાન્સમિશન સિસ્ટમ્સ અને 2000માં એક્સલ્સ સાથે તેની ઉત્પાદન યાત્રા શરૂ કરી હતી.

કંપનીના ઉત્પાદનો તેના ગ્રાહકોના અંતિમ  પ્રોડક્ટના નિર્ણાયક ઘટકો છે, જેમાં વિવિધ ઑફ-હાઈવે વાહનો, ગિયર્સ, શાફ્ટ અને ઔદ્યોગિક અને ઓટોમોટિવ વાહનો માટે રિંગ ગિયર્સનો સમાવેશ થાય છે. કંપનીની પ્રોડક્ટ ઓફરિંગમાં બેકહો લોડર્સ, સોઇલ કોમ્પેક્ટર્સ, ક્રેન્સ, સેલ્ફ-લોડિંગ કોંક્રિટ મિક્સર અને નાના મોટર ગ્રેડર્સ સહિત કૃષિ ટ્રેક્ટર અને બાંધકામ વાહનોની શ્રેણી માટે એક્સેલ્સ અને ટ્રાન્સમિશન સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. કેરારો ગ્રુપ ટ્રાન્સમિશન સિસ્ટમ્સના અગ્રણી સ્વતંત્ર ટાયર 1 સપ્લાયર્સમાંનું એક છે અને ભારતમાં કૃષિ ટ્રેક્ટર અને બાંધકામ વાહન ઉદ્યોગોમાં એક્સેલના મુખ્ય સપ્લાયર છે. વધુમાં, તેણે 150HP સુધીના ટ્રેક્ટર અને ફોર-વ્હીલ ડ્રાઇવ ક્ષમતાઓ માટે ટ્રાન્સમિશન સિસ્ટમ પૂરા કરવામાં માર્કેટ લીડર તરીકે પોતાને સ્થાપિત કરી છે.

Carraro India પુણેમાં બે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ચલાવે છે જેમાં એક ડ્રાઈવલાઈન માટે અને એક ગિયર્સ માટે છે. આ પ્લાન્ટ્સ કાસ્ટિંગ, મશીનિંગ, એસેમ્બલી, પ્રોટોટાઇપિંગ, ટેસ્ટિંગ, પેઇન્ટિંગ અને હીટ ટ્રીટમેન્ટ માટે અદ્યતન તકનીકોથી સજ્જ છે. નાણાકીય વર્ષ 2024 માટે ડ્રાઇવલાઇન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની ક્ષમતાનો ઉપયોગ 81.07% હતો અને ગિયર્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે તે 89.94% હતો.

30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં, કંપનીએ ભારતમાં 38 ઉત્પાદકોને અને 6 આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોડક્ટ સપ્લાય કર્યા હતા. તેના મુખ્ય ગ્રાહકોમાં મોટા ઘરેલું અને આંતરરાષ્ટ્રીય OEMનો સમાવેશ થાય છે, જેમાં ઓછામાં ઓછા 15 વર્ષ સુધીના લાંબા ગાળાના સંબંધો છે. Carraro Indiaએ ભારતમાં કૃષિ ટ્રેક્ટર અને બાંધકામ વાહન ઉદ્યોગમાં વ્યાપક કુશળતા વિકસાવી છે અને ભારતના આઠ રાજ્યોમાં 220 સપ્લાયર્સ અને 58 આંતરરાષ્ટ્રીય સપ્લાયરોનું નેટવર્ક જાળવી રાખે છે.

લીડ મેનેજર્સઃ એક્સિસ કેપિટલ લિમિટેડ, બીએનપી પરિબાસ અને નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ બુક-રનિંગ લીડ મેનેજર છે અને લિન્ક ઈન્ટાઇમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ઈશ્યૂના રજિસ્ટ્રાર છે.

આ ઑફર બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ક્વૉલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ ખરીદદારોને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ચોખ્ખી ઑફરનો 50%, બિન-સંસ્થાકીય રોકાણકારોને માટે નેટ ઑફરના 15% અને નેટ ઓફરના 35% છૂટક વ્યક્તિગત બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)