અમદાવાદ, 10 ઓક્ટોબર: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) તેમજ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સિક્યોરિટીઝ કમિશન (IOSCO)ના નેજા હેઠળ આયોજિત વર્લ્ડ ઇન્વેસ્ટર વીક 2025 (WIW)ની CDSL ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (CDSL IPF) ગર્વભેર ઉજવણી કરે છે, આ માટે સવાલ કરો, સ્કેમ્સ કો સ્લેમ કરોપહેલ હેઠળ 20,000 ચોરસ ફૂટની અનોખી કલાત્મક રંગોળી તૈયાર કરવામાં આવી છે. આ આર્ટવર્ક મૂડી બજારોમાં છેતરપિંડી અને કૌભાંડો સામે રોકાણકારોમાં જાગૃતિ અને તકેદારી પર આ વર્ષના ફોકસને વધુ મજબૂત બનાવે છે.

આ રંગોળીને તૈયાર કરવા  માટે જાણીતા કલાકાર શિખા શર્મા સાથે CDSL IPFએ  સહયોગ સાધ્યો હતો, જે જાગૃતિ માટેની આ ઝુંબેશમાં સર્જનાત્મક સ્પર્શનો ઉમેરો કરે છે. આ પહેલના ભાગરૂપે CDSL IPF રોકાણકારોને પ્રશ્નો પૂછવા, માહિતગાર રહેવા અને નાણાકીય છેતરપિંડી અને કૌભાંડો સામે પોતાને સુરક્ષિત રાખવા માટે આત્મવિશ્વાસ વધારવા પ્રવૃત્તિઓની એક શ્રેણી શરૂ કરશે.

ભારતમાં આ વર્ષે વર્લ્ડ ઈન્વેસ્ટર વીકની ઉજવણી સોમવાર, 06 ઓક્ટોબરથી રવિવાર, 12 ઓક્ટોબર, 2025 સુધી કરવામાં આવી રહી છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)આ પહેલ માટે રાષ્ટ્રીય સંયોજક છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)