અમદાવાદ, 28 ઓગસ્ટ: CEAT એ આજે SecuraDrive CIRCL ના લોન્ચની જાહેરાત કરી હતી જે 90 ટકા સુધીના ટકાઉ (બાયો-આધારિત) મટિરિયલ્સમાંથી બનેલા ભારતના સૌપ્રથમ રોડ રેડી પેસેન્જર કાર ટાયર છે. આ સફળતા સાથે સીએટે ટકાઉપણા અને ટેક્નોલોજી લીડરશિપ દ્વારા પ્રીમિયમાઇઝેશનની તેની સફરમાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ લોન્ચ CALM ટેક્નોલોજી, ZR-રેટેડ ટાયર્સ, and રન-ફ્લેટ ટાયર્સ સહિત સીએટના શ્રેણીબદ્ધ ઇનોવેશને અનુસરે છે જે અત્યાધુનિક મોબિલિટી સોલ્યુશન્સ પૂરા પાડવાની કંપનીની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.

આ ટાયર શહેરી ગ્રાહકો, 25-45 વર્ષની ઉંમરના લોકો, ઉચ્ચ મધ્યમ-વર્ગના ટિયર 1 રહીશોથી માંડીને અમીર પરિવારોને ધ્યાનમાં રાખીને બનાવાયેલા છે જેઓ ટકાઉપણાને કેવળ જવાબદારી જ નહીં પરંતુ લાઇફસ્ટાઇલ અને સ્ટેટસની પસંદગીઓ તરીકે પણ માને છે. SecuraDrive CIRCL પર્યાવરણીય સભાનતા, સુરક્ષા અને વિશ્વકક્ષાના પ્રદર્શનનું સરળ મિશ્રણ રજૂ કરે છે.

હાલોલમાં સીએટના અત્યાધુનિક ગ્લોબલ આરએન્ડડી હબમાં બનાવાયેલા CIRCL 50 ટકા અને 90 ટકા સસ્ટેનેબલ કન્ટેન્ટ સાથે બે વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે જે તેને રોડ ટેસ્ટિંગ પછી લોન્ચ કરાયેલું અત્યાર સુધીનું સૌથી ટકાઉ કન્ટેન્ટ ધરાવતું પેસેન્જર કાર ટાયર બનાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)