અમદાવાદઃ અમદાવાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિયેશન ઓફ અમદાવાદ (CA એસોસિયેશન, અમદાવાદ)ના 52માં રેસિડેન્સિયલ રિફ્રેશર કોર્ષનો સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં પૂર્વ પ્રેસિડેન્ટ CA અજીત સી. શાહના અધ્યક્ષપદે યોજાયેલા સમારોહમાં81 ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ સમારોહ જૂદી જૂદી ફેકલ્ટી દ્વારા 4 પેપર્સ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં CA ચિંતન દોશી, CA સરજૂ મહેતા અને CA જય પારેખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.