અમદાવાદ, 26  ડિસેમ્બર:  ક્રોમાએ આજે તેના યર-એન્ડ કન્ઝ્યુમર ટ્રેન્ડ્સ 2025 બહાર પાડ્યા હતા જેમાં આ વર્ષે ભારતીયોએ કેવી રીતે ટેક્નોલોજી અપનાવી અને તેમના ઘરની સજાવટ પસંદ કરી તે અંગે એક રસપ્રદ નિરીક્ષણ રજૂ કરવામાં આવ્યું છે. ભારતીય ગ્રાહકો ક્રોમાના સમગ્ર ભારતના ઓફલાઇન અને ઓનલાઇન નેટવર્ક પર મલ્ટી-બ્રાન્ડ લાર્જ ફોર્મેટ્સ, પ્રીમિયમ ફીચર્સ, સ્માર્ટ સુવિધાઓ અને આરોગ્ય પ્રત્યે સભાન એપ્લાયન્સિસ ઇચ્છી રહ્યા છે.

સ્માર્ટફોનનું વેચાણ વર્ષ-દર-વર્ષ નોંધપાત્ર રીતે વધ્યું છે પણ ખરી વાર્તા ગ્રાહક વર્તણૂંકમાં રહેલી છે. વેચાયેલા ત્રણ નવા ફોન પૈકીનો એક ફોન રૂ. 20,000-30,000ની પ્રીમિયમ બ્રાન્ડ્સમાં હતો અને પાંચમાંથી લગભગ એક ફોન ફ્લેગશિપ અથવા સુપર-ફ્લેગશિપ કેટેગરીનો હતો. રૂ. 50,000-58,000 જેવા બ્રેકઆઉટ પ્રાઇઝ કોરિડોરમાં 300 ટકાથી વધુનો વધારો થયો છે.

બેંગાલુરુમાં 65-ઇંચના ટેલિવિઝનનું સૌથી વધુ વેચાણ નોંધાયું હતું, જ્યારે મુંબઈમાં 75 ઇંચ અને તેનાથી ઉપરના અલ્ટ્રા-લાર્જ ટીવીની માંગમાં વધારો થયો હતો.

2025માં આરોગ્ય કેન્દ્રિત એપ્લાયન્સિસમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. એર ફ્રાયરના વેચાણમાં વાર્ષિક ધોરણે લગભગ 38 ટકાનો વધારો થયો હતો. સ્માર્ટ કન્વીનન્સ એપ્લાયન્સિસે વિવિધ કેટેગરીઝમાં સૌથી ઝડપી વૃદ્ધિ નોંધાવી હતી. 2025માં ઓટોમેટેડ અને રોબોટિક સોલ્યુશન્સના વેચાણમાં લગભગ બે ગણો વધારો થયો હતો. બેંગાલુરુ ભારતની રોબોટિક્સ રાજધાની તરીકે ઉભરી આવ્યું હતું.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)