ક્રૂડ ઓઇલના ભાવમાં 60%નો વધારો
અમદાવાદ, 9 માર્ચ: બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ આજે 25%થી વધુ વધીને પ્રતિ બેરલ $116 પર પહોંચી ગયા છે. 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયા પછી 10 દિવસમાં ક્રૂડ ઓઇલ લગભગ 60% વધ્યું છે.2022માં રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન તે $100ને પાર થઈ ગયું હતું. તેલના ભાવ પ્રતિ બેરલ $150 સુધી પહોંચી શકે છે. આનાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 5 થી 6 રૂપિયાનો વધારો થઈ શકે છે.
ગઈકાલે ભારત સરકારે કહ્યું કે ભારતને ક્રૂડ ઓઈલની અછત નહીં પડે. ભારત પાસે હાલમાં ક્રૂડ ઓઈલ અને રિફાઈન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો 25 કરોડ બેરલ (લગભગ 4,000 કરોડ લિટર) થી વધુનો સ્ટોક છે.ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદશે. અમેરિકી ટ્રેઝરી વિભાગે ભારતીય રિફાઈનરીઓને 30 દિવસનું વિશેષ લાયસન્સ આપ્યું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)E
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
